પાકિસ્તાનની આગ સાથે રમત : 8 તાલિબાનીને માર્યા, પાક.ને 80 સૈનિકોને મારવાની તાલિબાનની ધમકી
અફઘાન તાલિબાન હવે બદલો લેશે : બંને દેશોની સેનાઓ આવશે સામસામે; પાકિસ્તાનના 80 સૈનિકોને મારવાની તાલિબાનની ધમકી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેનો સીમા વિવાદ વધુ ખતરનાક બન્યો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નજીક સરહદ પર બંને દેશોના સુરક્ષા દળો વચ્ચે સોમવારે ભીષણ અથડામણમાં આઠ અફઘાન તાલિબાન સૈનિકો માર્યા ગયા હતા.
મૃતકોમાં કમાન્ડર સ્તરના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ખુર્રમ સરહદી જિલ્લામાં આ સપ્તાહના અંતમાં બનેલી ઘટનામાં 16 અફઘાન તાલિબાન સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. પાકિસ્તાન આગ સાથે રમત કરી રહ્યું છે તેવી ધમકી પણ તાલિબાન સરકારે આપી છે.
તાલિબાને પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે એવું લાગે છે કે પાકિસ્તાન સેના સરહદ વિવાદમાં આગ સાથે રમવાનો પ્રયાસ કરી રહી છે. એવું ન બને કે આઠ તાલિબાન સૈનિકોને બદલે તેમણે સરહદ પર 80 સૈનિકો ગુમાવવા પડે. બંને દેશો લાંબા સમયથી એકબીજા સામે સરહદ વિવાદમાં ફસાયેલા છે.
સરહદ પર બંને સેનાઓ વચ્ચે સમયાંતરે અલગ-અલગ હિંસક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાન સાથેની અથડામણ દરમિયાન તાલિબાને આટલી મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને ગુમાવ્યા છે.
કોણે પહેલા હુલો કર્યો ?
‘ધ ડોન’ અખબારે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે અફઘાન પક્ષે શનિવારે સવારે પાક-અફઘાન સરહદ પર પલોસિન વિસ્તારમાં પાકિસ્તાની ચોકી પર ભારે હથિયારોથી હુમલો કર્યો હતો. સૂત્રોએ કહ્યું, “અમને બીજી બાજુ ભારે નુકસાનના સમાચાર મળ્યા છે. પાકિસ્તાની દળોના જવાબી ગોળીબારમાં અત્યાર સુધીમાં આઠ અફઘાન તાલિબાન માર્યા ગયા છે અને અન્ય 16 ઘાયલ થયા છે.