E U સાથેના ભારતના કરારથી પાક.-બાંગ્લાદેશ હચમચી ગયા
ટેક્સટાઇલ સહિત અનેક ઉદ્યોગોના છાબડા બેસી જશે
યુરોપીય બજારમાં ભારત સામે મળતો દાયકાઓનો ફાયદો ખતમ
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારે દક્ષિણ એશિયાના વેપાર સમીકરણને ઉથલાવી નાખ્યા છે. વર્ષોથી યુરોપીય બજારમાં ખાસ છૂટછાટના આધાર પર નિકાસ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે હવે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ભારતને ડ્યુટી-ફ્રી પ્રવેશ મળતાં જ બંને દેશોના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
અત્યાર સુધી પાકિસ્તાનને GSP Plus અને બાંગ્લાદેશને Everything But Arms જેવી યોજનાઓથી યુરોપમાં ભાવ અને ડ્યુટીનો મોટો ફાયદો મળતો હતો. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ પર આધારિત તેમની નિકાસ યુરોપીય બજારમાં મજબૂત રીતે ટકી હતી.
પરંતુ હવે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર અંતર્ગત ભારતને મોટા ભાગના ઉત્પાદનો માટે શૂન્ય ડ્યુટી મળતાં જ આ વિશેષ સ્થિતિનો ફાયદો ધોવાઈ જવાનો છે. યુરોપ પાકિસ્તાન માટે મહત્વનું અને બાંગ્લાદેશ માટે સૌથી મોટું નિકાસ બજાર છે. બંને દેશોની નિકાસમાં ટેક્સટાઇલ અને એપેરલનો દબદબો છે. એ જ ક્ષેત્રોમાં હવે ભારત સીધી અને તીવ્ર સ્પર્ધા ઉભી કરશે. અત્યાર સુધી ખઋગ ટેરિફ ભરતું ભારત હવે ભાવ, સ્કેલ અને સપ્લાય ક્ષમતામાં આગળ નીકળશે, જેના કારણે યુરોપીય ખરીદદારો ઓર્ડર શિફ્ટ કરવા મજબૂર થઈ શકે છે.
બાંગ્લાદેશ માટે િંચતા વધુ એટલા માટે છે કે નજીકના સમયમાં તેનું LDC સ્ટેટસ પણ સમાપ્ત થવાનું છે. એક તરફ ડ્યુટી-ફ્રી છૂટછાટ જતી રહે અને બીજી તરફ ભારતને એ જ બજારમાં સંપૂર્ણ પ્રવેશ મળતાં તેના ગાર્મેન્ટ ઉદ્યોગ માટે ગંભીર પડકાર ઊભો થયો છે. આ કરાર યુરોપીય વેપારમાં જૂની વ્યવસ્થા તોડીને ભારતને મજબૂત સ્થાન પર લાવી રહ્યો છ ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
ઓપરેશન સિંદૂર પછી હવે `આર્થિક યુદ્ધ’
પાકિસ્તાનના વેપારી વર્તુળોમાં EU-India FT અને ઓપરેશન સિંદૂર પછી ભારતનો નવો આર્થિક મોરચો ગણાવવામાં આવી રહ્યું છે. ત્યાંના ઉદ્યોગ નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે હવે લડાઈ સીમા પર નહીં, યુરોપીય બજારમાં ભાવ અને બજારહિસ્સા માટે થશે. બાંગ્લાદેશમાં પણ એ જ ભીતિ છે કે ભારતની ડ્યુટી-ફ્રી એન્ટ્રી તેમની પરંપરાગત મજબૂતીને તોડી નાંખશે.
