પાક ચુંટણી: શું થયું પરિણામનું ? જુઓ
પાકિસ્તાનમાં ત્રણ દિવસથી ચાલી રહેલી મતગણતરી હજુ પૂર્ણ થઈ નથી. અત્યાર સુધીના પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આ દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચે ફરીથી ઘણી બેઠકો પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. 15 મીએ ફરીથી કેટલાક બૂથ પર મતદાન થશે.
ખરેખર તો પાકિસ્તાનના ચૂંટણી પંચે મતદાન સામગ્રીને છીનવી લેવા અને નુકસાન પહોંચાડવાની ફરિયાદોની તપાસ કર્યા પછી દેશભરના કેટલાંક મતદાન મથકો પર ફરીથી ચૂંટણી યોજવાના આદેશો જારી કર્યા હતો. અહેવાલ અનુસાર ચૂંટણી પંચે વિવિધ મતદાન મથકો પર મતદાન સામગ્રીને છીનવી લેવા અને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ અંગે દેશના વિવિધ ભાગોમાંથી મળેલી ફરિયાદોનો જવાબ આપ્યો હતો. જેના બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ મતદાન પ્રક્રિયાઓ મુલતવી રાખવાની ફરજ પડી હતી. 3:24 PM
ચૂંટણી પંચે 15 ફેબ્રુઆરીના રોજ કેટલાક મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનું નિર્ધારિત કર્યું હતું. આ મતદાન મથકોના પરિણામો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
મામલો કોર્ટમાં પહોંચ્યો
દરમિયાનમાં ચૂટણીના કેટલાક પરિણામોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. નવાઝ શરીફ અને તેની પુત્રીની જીતને લાહોર હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી અને ગેરરીતિથી તેઓ જીત્યા છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી.
દેખાવો, અફડાતફડી
દરમિયાનમાં ઈમરાન ખાનની પાર્ટીના ટેકેદારોએ ગેરરીતિના વિરોધમાં લાહોર સહિત અનેક શહેરોમાં હજારોની સંખ્યામાં એકત્ર થઈને દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મતગણત્રીમાં ભારે ગોરખધંધા કરવામાં આવ્યા હોવાનો આરોપ તંત્ર પર મૂકવામાં આવ્યો છે.