રાજકોટના સ્કૂલ સંચાલકોની વ્યાપારી વૃત્તિનો વિરોધ યથાવત : કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત માટેનો સમય માંગ્યો
રાજકોટની ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને કમાવાનુ સાધન સમજીને યુનિફોર્મ,પાઠ્યપુસ્તકો,સ્કૂલ બેગ-શૂઝ જેવી બાબતો ચોક્કસ સ્થળો પરથી લેવા માટેની ફરજ પાડવાની ફરિયાદો સામે આવતા કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરીને આવી તમામ સ્કૂલો પર કડક કરવા માંગ કરી હતી જેના પગલે DEOએ 25 સ્કૂલોને નોટિસો ફટકારવામા આવી છે.ઉલ્લેખનીય છે કે આ મુદ્દાને લઈ કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓની વિરોધને પગલે રાજ્યભરમા ચર્ચાનો વિષય બન્યો હતો અને વાત શિક્ષણમંત્રી સુધી પહોચી હતી. ગઈકાલે જ રાજકોટ સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળે એક વાલીજોગ ખુલાસો જાહેર કરતા જણાવ્યુ હતું કે વાલીઓ પોતાના બાળકની તમામ શૈક્ષણિક વસ્તુઓ પોતાને અનુકૂળ જગ્યાએથી ખરીદી શકશે.

આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રાજકોટની મુલાકાતે મુખ્યમંત્રી આવનાર હોય જેથી તેઓને રૂબરૂ મળીને આ મુદે રજૂઆત કરવા પોલીસ કમિશનરને પત્ર લખી સમય માગ્યો છે. રોહિતસિંહે રાજકોટ શહેર પોલીસ કમિશનરને જણાવ્યુ હતુ કે,હાલના સમયમાં રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે જે રાજ્ય સરકારના નીતિનિયમો તથા માર્ગદર્શિકા વિરુદ્ધ છે. આ વ્યાપારી પ્રવૃતિઓથી વાલીઓ પર આર્થિક બોજ ઊભો કરે છે અને શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો : નવા GST નંબર માટે 7 દિવસમાં કાર્યવાહી થવી જોઈએ: નવી ગાઈડલાઈનથી લાખો વેપારીઓને હાશકારો
કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન આ મુદ્દે લોકશાહી ઢબે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પાંચ પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરવા માંગીયે છે તો આપના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન આપો તથા ઉક્ત પાંચ પ્રતિનિધિઓને મુખ્યમંત્રી સમક્ષ મળવા માટે સમય ફાળવી આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રોહિતસિંહ રાજપુતએ જણાવ્યુ હતુ કે,જિલ્લા શિક્ષણ તંત્ર માત્ર નોટિસો આપે તે ના ચલાવી લેવાય.આવી સ્કૂલો પર દંડાત્મક અને અસરકારક કાર્યવાહી કરવાની ખુદ શિક્ષણમંત્રીએ મીડિયાના માધ્યમોમા જણાવ્યુ છે તો શા માટે ડીઈઓ ડરે છે તેવા પ્રશ્ન કર્યા હતા.રાજકોટની જે જે સ્કૂલોના પુરાવાઓ આપ્યા હતા તેમાંથી અનેક સ્કૂલો પર હજુ કાર્યવાહી થઈ નથી જેથી અમારી માંગ છે કે નિર્મલા કોન્વેન્ટ,એસએનકે અને ઉદગમ સ્કૂલો પર કડક કાર્યવાહી થાય.