વંદે ભારત ટ્રેનના ફૂડમાં કોકરોચ મળવાની ઘટના ફરી એકવાર સામે આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે, જેમાં આઈસ્ક્રીમમાં કાનના કીડા, ચિપ્સમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ જોવા મળે છે. આવા સમાચારો અવારનવાર સામે આવે છે, જેમાં લોકો ટ્રેનો અથવા રેસ્ટોરન્ટમાં ભોજન સામે વાંધો વ્યક્ત કરતા વીડિયો બનાવે છે. ત્યારે તાજેતરના કિસ્સામાં, વંદે ભારત ટ્રેનના ખોરાકમાં કોકરોચ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
મામલો શું છે ?
વાસ્તવમાં મામલો શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનો છે. જ્યાં એક પરિવારે વંદે ભારત એક્સપ્રેસનો આ અનુભવ સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કર્યો. પરિવારનો એક સભ્ય, રિકી જેસવાણીએ આ પોસ્ટ શેર કરી હતી.
રિક્કી જેસવાનીની પોસ્ટ
Services Sainagar Shirdi . @VandeBharatExp @PMOIndia @AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/QDVlKtJLps
— Dr Divyesh Wankhedkar (@DrDivyesh1) August 19, 2024
દરમિયાન, એક્સ યુઝર દિવ્યેશ વાનખેડકરે આ ઘટના સાથે સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જેને જેસવાણીએ પણ ફરીથી પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું હતું, જેમાં જેસવાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અને દાળમાં કોકરોચની તસવીરોનો સમાવેશ થાય છે. આ સાથે જ જેસવાણીનો પુત્ર પણ વિડિયોમાં ભારતીય રેલવેના અધિકારીને ટ્રેનમાં મુસાફરોને અપાતા ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં તે કહે છે, હું દહીં ખાઈ શકતો નથી. જ્યારે હું ખાતો હતો અને દાળ મારા મોંમાં હતી, ત્યારે મારી કાકીએ મને કહ્યું કે તેમાં એક વંદો મળ્યો છે. મારા 80 વર્ષના દાદા પણ આ જ ખોરાક ખાતા હતા. શું તમે લોકો પણ આ જ ખોરાક ખાઓ છો?’
IRCTCએ જવાબ આપ્યો
આ મામલે IRCTCએ વાનખેડકરની X પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે સર્વિસ પ્રોવાઈડર પર દંડ લગાવવામાં આવ્યો છે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.