ટેરિફ મુદ્દે હવે ફરીવાર ટ્રમ્પે કઈ બાબતમાં લીધો યુ ટર્ન ? જુઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ પર યુ-ટર્ન લીધો છે. હવે તેમણે ઓટોમોબાઈલ સેક્ટર પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઘરેલુ કામદારોને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવે વિદેશથી આવતી કાર અને ઓટો પાર્ટ્સ પર એક સાથે અનેક પ્રકારના ટેરિફ લાદવામાં આવશે નહીં. આ નિર્ણયથી વૈશ્વિક ઓટો ઉદ્યોગ અને વેપાર નીતિઓ પર ચર્ચા વધુ તીવ્ર બની છે. ભારતને પણ ફાયદો થઈ શકે છે .
ટ્રમ્પ વહીવટીતંત્રના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ અંગે માહિતી આપી અને એમ પણ કહ્યું કે આ અમેરિકન ઉદ્યોગ અને કર્મચારીઓ માટે એક મોટી જીત સમાન છે. ઓટો પાર્ટસ પર ટેરિફમાં ઘટાડો થશે.
વિદેશી વાહનો પર લાદવામાં આવેલા ટેરિફને અન્ય ટેરિફ સાથે જોડવામાં ન આવે તે માટે યુએસ રાષ્ટ્રપતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આયાતી વાહનો પર એકસાથે અનેક ટેરિફ લાદવામાં આવશે નહીં, જેથી તેમની કિંમતોમાં વધુ વધારો નહીં થાય.
હવે શું થશે?
ઓટો ટેરિફ પર લેવામાં આવેલા આ નવા નિર્ણય પછી, હવે સ્થાનિક ઉત્પાદન માટે વિદેશી ઓટો પાર્ટ્સ પર ઓછી ડ્યુટી વસૂલવામાં આવશે. આ સાથે, કાર પર પણ કોઈ વધારે ટેરિફ લાદવામાં આવશે નહીં. કારના ભાવમાં વધારો મર્યાદિત રહેશે કારણ કે ટેરિફ બોજ ઓછો થશે. આ સાથે, અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓ, જેમ કે ટોયોટા અને બીએમડબ્લ્યુ વગેરેને રાહત મળશે અને એમના ખર્ચમાં ઘટાડો થશે.