OMG : ભારત પાકિસ્તાન સામેની પહેલી મેચ હારી જશે !! IIT બાબાએ કરી ભવિષ્યવાણી, ફેન્સ થયા નારાજ
મહાકુંભમાં વાયરલ થયેલા IIT બાબાએ તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે. જેને લઈને ફેન્સ તેમનાથી નારાજ થયા છે ત્યારે ચાલો જાણીએ તેમણે શું ભવિષ્યવાણી કરી છે.
IIT બાબાની આગાહી
એક યૂટ્યુબ ચેનલ પરની ચર્ચા દરમિયાન, અભય સિંહે દાવો કર્યો કે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભારતને હરાવશે. તેમનું માનવું છે કે ભલે વિરાટ કોહલી અને અન્ય ભારતીય ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે, પણ વિજય પાકિસ્તાનને મળશે. તેમની આ આગાહીએ ભારતીય ફેન્સમાં ભારે ઉથલપાથલ મચાવી છે, અને સોશિયલ મીડિયામાં તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનની ટુર્નામેન્ટની શરૂઆત
પાકિસ્તાને ટુર્નામેન્ટની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે હારીને કરી છે. કરાચીમાં રમાયેલી ગ્રુપ A ની પ્રથમ મેચમાં, પાકિસ્તાની ટીમ 60 રનથી પરાજિત થઈ. આ પૃષ્ઠભૂમિમાં IIT બાબાની આગાહી કેટલી સાચી સાબિત થાય છે, એ જોવું રસપ્રદ રહેશે.
IIT બાબા કોણ છે ?
અભય સિંહ, જેને IIT બાબા તરીકે ઓળખવામાં આવે છે, IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં B.Tech કરી ચુક્યા છે. તેમણે 2008 થી 2012 દરમિયાન અભ્યાસ કર્યો અને પછી આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો. મૂળ હરિયાણાના રહેવાસી અભય સિંહે માસ્ટર ઇન ડિઝાઇન પણ કર્યું છે અને ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. તેમ છતાં, જીવનના ઉદ્દેશ્ય વિશે વિચારીને તેમણે આધ્યાત્મિકતા તરફ વળવાનું નક્કી કર્યું.