કચ્છના મુન્દ્રા નજીક તેલ ભરેલા કન્ટેનરની પલ્ટી, તેલ માટે પડાપડી
ભલે કન્ટેનર પલ્ટી ગયું, બાર મહિનાનું તેલ આવી ગયું
લોકો ડોલ, ડબલા, ટીપણા લઈને સીંગ તેલ ભરવા દોડી આવ્યા
ભુજ : કચ્છના મુન્દ્રા નજીક હાઇવે ઉપર સીંગતેલ ભરીને જઈ રહેલું કન્ટેનર પલ્ટી મારી જતા આસપાસના ગામોના લોકો મફતનું સીંગતેલ લેવા હાથ આવ્યું તે વાસણો લઈ અકસ્માત સ્થળે દોડી આવી બાર મહિનાનું તેલ ભરી લીધું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના મુન્દ્રા નજીક હાઇવે ઉપર સીંગતેલ ભરેલ કન્ટેનર ટ્રકને અકસ્માત નડયા બાદ કન્ટેનર પલ્ટી મારી જતા કન્ટેનરમાં ભેરલું તેલ રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું.બીજી તરફ સીંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી મારી ગયું હોવાનું જાણ થતા જ આજુબાજુના વિસ્તારના લોકો બનાવ સ્થળે હાથ આવ્યું તે સાધન લઈ ડોલ, ડબ્બા, પ્લાસ્ટિકના કેરબા અને બરણી સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને મફતમાં બાર મહિનાનું તેલ ભરી લીધું હોવાના દ્રશ્યો હાઇવે ઉપર જોવા મળ્યા હતા.