નવી નોકરી શોધવા માટે આજકાલ ઈન્ટરનેટ લોકો માટે સૌથી મોટો સહારો બન્યુ છે. ઈન્ટરનેટ પર લિન્કડઈન સહિત અનેક ઓનલાઈન જોબ પ્લેટફોર્મ્સ હાજર છે જેમાં નોકરીની ઓફર્સની ભરમાર જોવા મળે છે. હવે લિન્કડઈન, ઈન્ડીડ જેવા પ્લેફોર્મની લિસ્ટમાં હવે ટ્વિટર પણ જોડાવા જઈ રહ્યું છે.
અમેરિકન બિઝનેસમેન એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર હવે નવી નોકરીની જાણકારી મળશે. કંપની હવે પોતાના પ્લેટફોર્મ પર નવા જોબ ઓફર્સને સર્ચ કરવાનો વિકલ્પ મળશે.
એલોન મસ્ક હવે Xને એક ઓવરઓલ એપ બનાવવા ઈચ્છે છે. તેથી જ ટ્વિટરમાં દર અઠવાડિયાએ નવા ફેરફાર જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, મસ્ક એઆઈ બિઝનેસ @XHiring પર નોકરી માટેની પોસ્ટ શેયર કરવાનું શરુ કરશે. આ અંગેની જાણકારી @xDailyની એક પોસ્ટમાં શેયર કરવામાં આવી છે.
કંપનીએ આ નવા ફીચરને Twitter Hiring નામ આપ્યું છે. વેરિફાઈડ ઓર્ગેનાઈઝેન માટે આ એક ફ્રી ફીચર હશે.
Xની મદદથી વેરિફાઈડ કંપનીઓ ટ્વિટર પર જોબ ઓફર્સ મૂકી શકે છે. ટ્વિટરની મદદથી કંપનીઓ દુનિયામાંથી શ્રેષ્ઠ ટેલેન્ટ શોધી શકશે.
