હવે ચાલુ વિમાને થઇ શકશે ફોન,મેસેજઃ ચાર્જર વગર ફોન થશે ચાર્જ, મુસાફરોને આહલાદક અનુભવ કરાવવામાં આવશે
એર ઇન્ડિયાના વિમાનોના કાફલામાં તાજેતરમાં બી-787-9 પ્રકારના વિમાનો સામેલ કરવામાં આવ્યા છે જે મુસાફરોને આહલાદક અનુભવ કરાવશે. 296 મુસાફરોની ક્ષમતા ધરાવતા આ વિમાનમાં બીઝનેસ, પ્રીમીયમ ઈકોનોમી અને ઈકોનોમી એમ કુલ ત્રણ પ્રકારના ક્લાસ છે જેમાં યાત્રીઓને રૂટ પ્રમાણે દેશ-વિદેશનું સ્વાદિષ્ઠ ભોજન તથા દારુ પીરસવામાં આવશે.
જાણકાર લોકોએ આપેલી માહિતી પ્રમાણે આ પ્રકાના વિમાનોમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વિમાનમાં બેઠેલા મુસાફરોને ટુંક સમયમાં ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. જેમાં મુસાફરો જમીનથી 35 હજાર ફૂટ ઉપર હોવા છતાં વાઈફાઈથી પોતાના મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ડીવાઈસ કનેક્ટ કરી શકશે. વોટ્સએપ ઉપર પોતાના પરિવારજનો, દોસ્તો કે પછી ઓફીસના જરૂરી ફોન કરી શકશે. ફોટો મોકલી શકશે અને મેસેજ પણ કરી શકશે.
આ પણ વાંચો :ફેમસ સિંગર ઝુબીન ગર્ગ બેફામ નશામાં હતો,લાઇફ જેકેટ ફગાવી દીધું હતું: સિંગાપુર પોલીસે અદાલતમાં કર્યો દાવો
આ ઉપરાંત વિમાનમાં મુસાફરો પોતાના મનોરંજન માટે પસંદગીની ફિલ્મ, ગીત અથવા અન્ય જે ઈચ્છા પડે તે જોઈ શકે છે.તે સર્ચ કરીને ગીત-ફિલ્મ જોઈ શકે છે અને સાંભળી પણ શકે છે. આ બધા ફીચરને ટૂંક સમયમાં શરુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આ વિમાનમાં કોઈ પણ મુસાફર પોતાનો મોબાઈલ ચાર્જ કરી શકે તે માટે તેને વાયરલેસ ચાર્જીંગની સુવિધા પણ આપવામાં આવશે. બીઝનેસ ક્લાસના મુસાફરોને પ્રાઈવસી પણ આપવામાં આવશે. આ માટે એર ઇન્ડિયા બીઝનેસ ક્લાસમાં પ્રાઈવસી ડોરનું ફીચર પણ આપશે.
