હવે ઘર બેઠા રેલવેની કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત, જાણો આ સુવિધા ક્યારથી શરૂ થશે
રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યું છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં. ફરીથી યાત્રા રિશિડ્યૂલ થઈ શકશે. આ મુજબની જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરાઇ હતી.
આ પણ વાંચો :આવતીકાલથી રાજકોટના રેસકોર્સમાં 5 દિવસ ‘શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન : સ્વદેશી વસ્તુઓ-ક્રાફ્ટ-ઘરેલું ઉત્પાદન સહિતનું થશે વેચાણ
જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરની કન્ફર્મ ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય, તો નવી ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રિ-શેડ્યુલ કરીને 25 નવેમ્બરના રોજ રવાના થઈ શકશો. જો કે સુવિધા 2026 માં જાન્યુઆરી માસથી શરૂ થવાની છે.
વર્તમાન વ્યવસ્થામાં ટૂર પ્લાન બદલાતા તમારે તમારી ટિકિટ રદ કરાવવી પડે છે અને પછી મુસાફરીની આગામી તારીખ માટે નવેસરથી ટિકિટ બુક કરાવવી પડે છે. આમાં, ટિકિટ રદ કરાવવાના પૈસા કપાઈ જાય છે. સાથે જ, આગામી તારીખે કન્ફર્મ ટિકિટ મળી જ જાય તેની પણ કોઈ ગેરંટી હોતી નથી.
આ પણ વાંચો :ફટાકડાના વેચાણ માટે RMCના એક પ્લોટના 1 હજાર સામે 30500 ઉપજ્યા! સ્ટોલની હરાજીમાં 44.32 લાખની વિક્રમી આવક
સરળ સ્ટેપમાં ટ્રેન ટિકિટ બુક કરો
1. IRCTC વેબસાઈટ/એપ ખોલો અને Ask DISHA પર ક્લિક કરો
2. ચેટમાં ટિકિટ બુક ટાઈપ કરો અને બોલીને કમાન્ડ આપો
3. સોર્સ, ડેસ્ટિનેશન, ટ્રાવેલ ડેટ અને કોચ ક્લાસ (જેમકે સ્લીપર, 3AC) જણાવો
4. તમને ઉપલબ્ધ ટ્રેન, ટાઈમિંગ અને સીટ અવેલેબિલિટી બતાવશે
5. પસંદની ટ્રેન, કોચ અને સીટ પસંદ કરો, પેસેન્જર એડ કરો
6 હવે OTPથી પેમેન્ટ કરીને ટિકિટ કન્ફર્મ કરો
