હવે બંગાળ-તામિલનાડુમાં ગેરકાયદે મતદારોની ફરિયાદ : પશ્ચિમ બંગાળમાં 1 કરોડ બોગસ મતદારો હોવાનો ભાજપનો દાવો
બિહારમાં મતદાર યાદી રિવીઝનની આગ હવે બીજા રાજ્યોમાં પણ પહોંચી રહી છે. બંગાળ અને તામિલનાડુમાં પણ હવે રિવીઝનની માંગ થવા લાગી છે. આગામી વર્ષે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ડીએમકે અને તેના સાથી પક્ષોએ ચૂંટણી પંચના સ્થળાંતરિત મજૂરોને તેમના મૂળ રાજ્યને બદલે તમિલનાડુની મતદાર યાદીમાં સામેલ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
આ પક્ષોનું કહેવું છે કે ઉત્તર ભારતના સ્થળાંતરિત મજૂરોને તમિલનાડુની મતદાર યાદીમાં ઉમેરવાથી રાજ્યનું રાજકીય વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આ મુદ્દાએ તમિલનાડુના રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : લો બોલો! એક ચોપાનિયાને કારણે 65 લોકોએ 6.50 લાખ ગુમાવ્યા,આ રીતે શરૂ થયો છેતરપિંડીનો ખેલ
હકીકતમાં, ચૂંટણી પંચે તાજેતરમાં કહ્યું હતું કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના પ્રથમ તબક્કા પછી, 65 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, કેટલાક બે જગ્યાએ નોંધાયેલા હતા, અને કેટલાક લોકો કાયમ માટે બિહારની બહાર ગયા છે. આ માહિતી પછી, ડીએમકે અને તમિલનાડુમાં તેના સાથી પક્ષોએ આશંકા વ્યક્ત કરી છે કે બિહાર અને અન્ય રાજ્યોના લાખો સ્થળાંતરિત મજૂરોને તમિલનાડુની મતદાર યાદીમાં સામેલ કરી શકાય છે.
આ પણ વાંચો : રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ સ્ટોરમાંથી કાજુ-બદામની બે મહિલાઓ કરતી’તી ચોરી,આ રીતે ફૂટ્યો ભાંડો :લોકો પણ ચોંકી ગયા
તમિલનાડુના રાજકારણ પર અસર
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ડીએમકેના મહાસચિવ દુરૈમુરુગને વેલ્લોરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “તમિલનાડુમાં ઉત્તર ભારતના સ્થળાંતરિત કામદારોને મતદાર ઓળખપત્ર આપવાથી ભવિષ્યમાં રાજ્યની રાજનીતિ બદલાઈ જશે. આ આપણા માટે ચિંતાનો વિષય છે.” ડીએમકેના સાથી ટીવીકેના સ્થાપક ટી. વેલમુરુગને તેને વધુ ગંભીર ગણાવ્યું અને કહ્યું, “આઘાતજનક છે કે બિહારના 6.5 લાખ સ્થળાંતરિત કામદારોને તમિલનાડુની મતદાર યાદીમાં પહેલાથી જ ઉમેરવામાં આવ્યા છે. લાખો સ્થળાંતરિત કામદારો તમિલનાડુમાં કામ કરી રહ્યા છે, અને આ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ખતરો છે.”
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીના ખાસ શિક્ષકોની ભરતી કરાશે: સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં પરીક્ષા, 8 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
બંગાળમાં 1 કરોડથી વધુ ગેરકાયદે મતદારો
દરમિયાનમાં ભાજપ દ્વારા એવો ધડાકો કરવામાં આવ્યો છે કે બંગાળમાં પણ ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ખૂબ જ છે અને આ વાત ગંભીર બની ગઈ છે. પાછળ દિવસોમાં પણ આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપના નેતા અધિકારીએ એમ કહ્યું છે કે બંગાળમાં 1 કરોડથી પણ વધુ રોહીનગ્યા અને બાંગ્લાદેશી લોકો છે અને એમને મતનો અધિકાર હોવો જોઈએ નહિ.
