હવે કયા રાજ્યોમાં વિધનસભાની પેટા ચુંટણી ? વાંચો
લોકસભની ચુંટણી બાદ નવી સરકાર રચાઇ ગઈ છે મોદી સરકાર-3 ની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે હવે ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. 10 મી જુલાઇના રોજ મતદાન થશે. પરિણામ 13 જુલાઇના રોજ જાહેર થશે
આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા, તમિલનાડુની વિક્રવંડી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશની 3 બેઠકોનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ
14મી જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જૂન છે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 26મી જૂન છે. 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. ચૂંટણી પંચે કહ્યું કે પેટાચૂંટણી 15 જુલાઈ પહેલા પૂર્ણ થવાની છે.