હવે કેદારનાથમાં બનશે રોપ-વે : 9 કલાકની યાત્રા 36 મિનિટમાં થશે, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી; કરોડો રૂપિયાનો ખર્ચ થશે
કેન્દ્રીય કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ઉત્તરાખંડ રાજ્યને બે મોટી ભેટ આપી હતી અને બે મહત્વના રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે કેદારનાથ ધામ માટે રોપ-વે પ્રોજેક્ટ અને હેમકુંડ સાહેબ રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી આપીને કહ્યું હતું કે સોન પ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમીનો રોપ-વે બનશે અને તેના માટે કેન્દ્રીય કેબિનેટે રૂપિયા 4081 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આનો ફાયદો એ થશે કે અત્યારે યાત્રામાં 8-9 કલાકનો સમય લાગી જાય છે તે ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમાં 36 લોકોને બેસવાની ક્ષમતા હશે .
એ જ રીતે બીજો પ્રોજેક્ટ હેમકુંડ સાહેબ રોપ-વે પ્રોજેક્ટને પણ કેબિનેટે મંજૂરી આપી હતી. તેના માટે રૂપિયા 2730 કરોડનો ખર્ચ થશે . આ પ્રોજેક્ટથી હેમકુંડ અને વેલી ઓફ ફ્લાવર સુધીની યાત્રા થઈ શકશે. હવે આ બધા સ્થળો પર જવું વધુ સરળ થઈ જશે .
અ પ્રોજેક્ટ પૂરા થવામાં 4 થી 6 વર્ષ જેટલો સમય લાગી શકે છે અને આ વિચાર ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને અંતે કેબિનેટ સમક્ષ આ પ્રસ્તાવ મુકાયો હતો અને તેને મંજૂરી આપી દેવાઈ હતી. આ બને પ્રોજેક્ટથી સ્થાનિક વ્યાપાર અને વેપારીઓને ઘણો લાભ થશે અને હજારો લોકોને નવો રોજગાર પણ મળશે .