હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
દેશ હવે અવકાશમાં પણ પોતાની તાકાત વધારી રહ્યો છે. આ દિશામાં સરકારે અનેક સાહસિક પગલાં લીધા છે. હવે દેશ એક ડગલું આગળ વધીને ખાસ પેસેન્જર વિમાન બનાવવા તરફ આગળ વધે છે. ભારતે રશિયા સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશનએ મોસ્કોમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, સુખોઈ સુપરજેટ એસજે 100 સિવિલ કોમ્યુટર એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે.
આ ટ્વીન-એન્જિન, નેરો-બોડી એરક્રાફ્ટમાં આશરે 100 મુસાફરોની ક્ષમતા અને આશરે 3,000 કિલોમીટરની રેન્જ છે. તે ખાસ કરીને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એવું નોંધાયું છે કે વિશ્વભરમાં આવા 200 થી વધુ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા છે અને 16 થી વધુ એરલાઇન ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
નિષ્ણાતોના મતે, ભારતમાં આ વિમાનનું ઉત્પાદન દેશની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના ઉડાન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જે દેશના નાના શહેરો અને નગરોને હવાઈ નેટવર્ક સાથે જોડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે. આ કરાર બાદ એચએએલને ભારતમાં વિમાનના ઉત્પાદન માટે વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થયા છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને જ નહીં પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ મજબૂત બનાવશે.
આમ આ ક્ષેત્રમાં આગામી દિવસોમાં રોજગાર પણ સારા પ્રમાણમાં વધી જવાનું છે અને અનેક આશાસ્પદ, ટેલેન્ટેડ યુવકોને નોકરી પણ મળશે. દરે સેક્ટરમાં નોકરીઓ નીકળશે તેમ મનાય છે. દેશની આ દિશામાં પ્રભાવક પ્રગતિ થઈ રહી છે.
