CGST માં મોડા ભરેલા પત્રકો પર વ્યાજ ભરવા નોટિસ
વર્ષ 2017-18 થી 2023-2024 સુધીના સમયગાળાની નોટિસ વેપારીઓને મળી: પત્રકો રજૂ કરવામાં આવે તો જ રાહત મળી શકે
સીજીએસટી હેઠળ નોંધાયેલા વેપારીઓને ના ભરાયેલા પત્રકો પર વ્યાજ ભરવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2017-18 થી વર્ષ 2023-24 સુધીમાં આ નોટિસો ફટકારાઈ છે. સરકાર દ્વારા કોરોના દરમિયાન નોટિફિકેશન જાહેર કરીને ફેબ્રુઆરી 2020 થી એપ્રિલ 2020 ના જીએસટીઆર 3 બી માટે વ્યાજની રાહત આપી છે જે અંગે એક સર્ક્યુલર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
નોટિફિકેશન નંબર 31 મુજબ જે વેપારીનું સંગઠિત ટર્નઓવર પાંચ કરોડથી ઓછું હોય એવા નોંધાયેલા વેપારીઓ ફેબ્રુઆરી 2020 થી એપ્રિલ 2020 ના પત્રક અંતર્ગત વેરો મોડો ભરવામાં આવ્યો હોય તો વ્યાજની માફી આપવામાં આવી છે તેવી જ રીતે જે વેપારીનો એકત્રિત ટન ઓવર પાંચ કરોડથી વધુ હોય તેમને ફેબ્રુઆરી 2020 એપ્રિલથી 2020 ના પત્રકો નિયત મર્યાદા થી 15 દિવસમાં રજૂ કરી આપે તો વ્યાસનો દર ઝીરો રહેશે અને જો 15 દિવસથી વધુ સમય ઉપર થાય તો તમામ દિવસ માટે વ્યાજ 18 ટકાના બદલે 9 ટકા વસૂલવામાં આવશે.