સંરક્ષણ સોદામાં ટેરિફ અવરોધ નથી : ભારત અમેરિકા સાથે સંરક્ષણ સોદા યથાવત જ રાખશે, વિદેશ સચિવની ચોખવટ
સોમવારે ટોચના સરકારી અધિકારીઓએ સંસદીય પેનલને જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો બહુપક્ષીય છે અને ફક્ત વેપાર પૂરતા મર્યાદિત નથી. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો થશે. યુએસ ટ્રેડ ટીમ 25 ઓગસ્ટે ભારતની મુલાકાતે આવવાની છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એમ કહ્યું છે કે ટેરિફને લીધે ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધો પર કોઈ અસર નહી પડે. ભારત હજુ પણ અમેરિકાઆ સાથેના સંરક્ષણ સોદાઓ પર કોઈ રોક લગાવશે જ નહી.
આ પણ વાંચો : પાક.સૈન્ય વડા મુનિર વરદી પહેરેલા લાદેન છે! પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબીને રોષ ઠાલવ્યો, પ્રતિબંધ મુકવા કરી માગ
ભારતના સંરક્ષણ સંબંધો પર પેનલના સભ્યોના પ્રશ્નોના જવાબ આપતા, અધિકારીઓએ તાજેતરના અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે યુએસ પાસેથી સંરક્ષણ સાધનો ખરીદવાનું બંધ કરી દીધું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સરકાર-થી-સરકાર વચ્ચે વાતચીત અન્ય તમામ મુદ્દાઓ પર સામાન્ય છે પરંતુ વેપાર પર કેટલાક પડકારોને સ્વીકાર્યા છે જેને સંબોધિત કરવાની જરૂર છે.
વિદેશ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ટોચના અધિકારીઓએ કોંગ્રેસના લોકસભા સભ્ય શશી થરૂરની આગેવાની હેઠળની વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના સભ્યોને “અમેરિકા-ભારત વેપાર વાટાઘાટો અને ટેરિફના સંદર્ભમાં ભારતની વિદેશ નીતિની વર્તમાન પ્રગતિ” વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો : 25 વર્ષ બાદ ‘Kaun Banega Crorepati’માં થયા મોટા ફેરફાર,અમિતાભ બચ્ચનના શોમાં મોટો ટ્વિસ્ટ, જાણો શું છે નવા નિયમ
અમેરિકા સાથે વાતચીત ચાલુ રહેશે;થરૂર
બેઠક પછી, થરૂરે કહ્યું કે વિદેશ સચિવ વિક્રમએ પેનલને જણાવ્યું હતું કે અમેરિકા સાથે ભારતના સંબંધોના ઘણા પરિમાણો છે અને વેપાર તેનું માત્ર એક પાસું છે. ભારત અમેરિકા સાથે ઘણા વિષયો પર વાતચીત ચાલુ રાખી રહ્યું છે. થરૂરે કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર પર વાતચીત ચાલુ રહેશે. ટેરિફ તેમાં અવરોધ બની શકે નહી.
