મનરેગા નહીં હવે વિકસિત ભારત જી-રામ-જી યોજના
લોકસભામાં નવા બિલ માટેની નકલો સભ્યોને અપાઇઃ મજૂરોને 125 દિવસ કામની ગેરંટી ફન્ડિંગના નિયમ પણ બદલાઇ જશેઃ હિસાબ આપવો પડશે
મનરેગાને નાબૂદ કરવાની કેન્દ્ર સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટેના બિલની નકલ સોમવારે લોકસભાના સભ્યોને સોંપવામાં આવી હતી જેમાં ‘વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ નામનું નવું બિલ લાવી 125 દિવસ માટે રોજગારની કાનૂની ગેરંટી આપવાનો તખ્તો ઘડાયો છે. મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અધિનિયમ સમાપ્ત થશે. સાથે ફંિંડગ અંગેના નિયમ પણ બદલાઈ જશે. વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશનઃ (વિકસિત ભારત- જી રામ જી) યોજના નામ લાગુ થશે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને રદ કરાવવા અને ગ્રામીણ રોજગાર માટે નવા કાયદાને પસાર કરવા બિલની નકલો લોકસભાના સભ્યોને આપ્યા બાદ બધાના સૂચન લેવાશે. આ નવા બિલનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસનો ઢાંચો પુનઃસ્થાપિત કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાસંલ કરવાનો છે.
આ નવું બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપે છે. આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટો નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે. મહત્ત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો.
ખુદ કેન્દ્ર સરકારે એ સ્વીકાર્યું કે, ગરીબ મજૂરોને વધુ દિવસ કામ આપવામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ રહ્યા છે જેમકે, ત્રિપુરા જેવા નાના રાજયમાં પણ મજૂરોને વર્ષમાં 72 દિવસ કામ અપાયું હતું. મિઝોરમમાં 100 દિવસ પૈકી 92 દિવસ કામ આપવામાં આવી રહ્યું છે. કેરાલામાં 63, મેઘાલયમાં 71, મઘ્યપ્રદેશમાં 61, રાજસ્થામમાં 56 અને ઓડિશામાં 55 દિવસ કામ અપાયું.
