Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાયદો ગમે તેટલો કડક કરો પણ મહિલાઓ સુરક્ષિત ”નથી..નથી અને નથી જ”….જાણો માનવતાને લજાવતી દુષ્કર્મની ઘટનાઓ વિશે

Fri, August 16 2024

દિલ્હીની નિર્ભયા નામની વિદ્યાર્થીની ઉપર થયેલા સામુહિક દુષ્કર્મ અને પછી કાયદાઓમાં થયેલા ફેરફાર પછી એવું લાગતું હતું કે આ પ્રકારની ઘટનાઓ ઓછી થશે અને મહિલાઓ સલામતી અનુભવશે પણ આ માન્યતા ભ્રમ જ સાબિત થઇ છે અને આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે. દેશમાં હાલ એક મુદ્દો ચકચાર મચાવી રહ્યો કલકતા રેપ એન્ડ મર્ડર કેસ. કલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં આ સનસનાટી મચાવતી ઘટના ઘટી હતી જેમાં 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડૉક્ટરનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. ડૉક્ટરના પ્રાઈવેટ પાર્ટ, આંખ અને મોંમાંથી લોહી નીકળતું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.

હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને ટ્રેઇની ડોક્ટરના પરિવારને કહ્યું હતું – દીકરીએ આત્મહત્યા કરી છે

આ મામલે હોસ્પિટલ પ્રશાસન પર સતત સવાલો ઊઠી રહ્યા છે. 9 ઓગસ્ટના રોજ સવારે તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ વહીવટી તંત્રએ પીડિતાના પરિવાર સાથે ખોટું બોલ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટે પહેલા ટ્રેઇની ડોક્ટરના પરિવાર સાથે વાત કરી. તેણે કહ્યું હતું- તમારી દીકરીએ આત્મહત્યા કરી છે.

31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કામ કરતી હતી. ગુરુવારે તેણી પર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે કોલકાતા પોલીસે સંજય રોય નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી કોલકાતા પોલીસ સાથે કામ કરતો સિવિક વોલેન્ટિયર છે.

 આ તો એક કલકતાની ઘટનાની વાત થઇ આવી તો અનેક ઘટના છે જે સાંભળીને કોઈના પણ આંખમાંથી આંસુ વહી જાય. દુષ્કર્મની ઘટના બાદ સમાજ દ્વારા સોસાયટી દ્વારા અને લોકો દ્વારા અનેક પ્રકારની ટીપ્પણીઓ આપવામાં આવે છે કે તેણીએ કપડા એવા પહેર્યા હશે તો કદાચ તે છોકરાઓ સાથે વધુ ફ્રેન્ડલી હશે કદાચ તે રાત્રે નીકળી હશે એ માટે તેના સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું. શું દુષ્કર્મની ઘટના માટે છોકરીને જવાબદાર ગણવી કેટલી યોગ્ય ??

કોલકાતા બાદ હવે ઉત્તરાખંડમાં પણ નર્સની સાથે રેપ એન્ડ મર્ડર

ઉત્તરાખંડમાં 33 વર્ષની નર્સ સાથે કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 30 જુલાઈથી ગુમ થયેલ નર્સની પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમા આરોપીની ધરપકડ કરી લીધી છે. નૈનીતાલના હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહેલી 33 વર્ષની નર્સ સાથે કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.  પીડિત નર્સ નૈનીતાલની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. ત્યારે ગુમ થયેલી મહિલાનો મૃતદેહ 8મી ઓગસ્ટના રોજ યુપીના બિલાસપુર જિલ્લામાં હાડપિંજર હાલતમાં ઝાડીઓમાં પડેલો મળી આવ્યો હતો.

બિહારમાં લગ્નની ના પાડતા ૧૪ વર્ષની બાળકી સાથે રેપ એન્ડ મર્ડર

બિહારના મુઝફ્ફરપુરમાં કોલકાતાના ડોક્ટર પર બળાત્કાર અને હત્યા જેવો મામલો સામે આવ્યો છે. અહીં બદમાશોએ રાત્રે એક સગીરનું તેના ઘરેથી અપહરણ કરી તેની સાથે સામૂહિક બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં, બદમાશોએ છરી વડે સગીરનાં સ્તન અને પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા. સોમવારે તેનો મૃતદેહ તળાવના કિનારે અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના મોં પર કપડું બાંધેલું હતું અને નજીકમાં માંસના ટુકડા અને લોહીના ડાઘ હતા.

 જમશેદપુરમાં નર્સરી ક્લાસની છોકરી પર રેપ : સ્કૂલવાન ડ્રાઈવરની ધરપકડ  

ઝારખંડના જમશેદપુરમાં 11 ઓગષ્ટના રોજ એક ઘટના સામે આવી હતી જેમાં નર્સરી ક્લાસમાં ભણતી માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં નર્સરીની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના આરોપમાં એક સ્કૂલ વાન ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીમાં પિતાએ દીકરીને બનાવી હવસનો શિકાર

એક પિતા બે વર્ષ સુધી પોતાની જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો રહ્યો. જ્યારે પીડિતાએ તેની માતાને આ અંગે જાણ કરી તો તેને પણ માર મારવામાં આવ્યો. આ કેસમાં નીચલી કોર્ટે આરોપી પિતાને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટાવીને પિતાને દોષિત ઠેરવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે આ સગીર સાથે અન્યાય કરનાર કોઈ બહારની વ્યક્તિ નથી. પીડિતાએ વિચાર્યું હશે કે તેના પિતા તેને તેના ખોળામાં ‘આશ્રય’ આપશે પરંતુ તેણીને કલ્પના નહોતી કે તે આવું ધિક્કારપાત્ર કામ કરશે.

૧ માસુમ અને ૧૩ નરાધમ…વિશાખાપટ્ટનમ રેપ કેસ

વિશાખાપટ્ટનમમાં રહેતી અને નોકરી કરતી ઓડિશાની સગીર યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પછી તેણીએ તેણીને તેના એક મિત્રને સોંપી દીધી, જેણે તેના પર બળાત્કાર કર્યો. આ આઘાતને કારણે, જ્યારે પીડિતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક જાનવર તેના સહાનુભૂતિ તરીકે દેખાયો. તે તેને તેના ઘરે લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર પણ કર્યો. નિર્દયતાની પ્રક્રિયા અહીં અટકી ન હતી. તે શેતાન તેના અન્ય 10 મિત્રો સાથે બે દિવસ સુધી પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. આ દરમિયાન તે પીડાથી ચીસો પાડતી રહી. પીડાતા રહ્યા. તેના અવાજને રૂમમાંથી બહાર ન નીકળે તે માટે તેના મોંમાં કપડું પણ લગાવી દીધું હતું. કોઈક રીતે પીડિતા તેમના ચુંગાલમાંથી છટકીને પોતાના ગામ ઘરે પહોંચી હતી.

ધાર્મિક ઉત્સવમાંથી સગીરાનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ ગુજાર્યું

તામિલનાડુના વેલ્લાકોવિલ ખાતે ધાર્મિક શોભાયાત્રામાં ભાગ લેવા ગયેલી 17 વર્ષની છોકરીનું સાત શખ્સોએ કથિત રીતે અપહરણ કરીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. 9 માર્ચના રોજ, યુવતી વીરકુમારસામી મંદિરના રથ ઉત્સવમાં ભાગ લેવા માટે ગામમાં ગઈ હતી ત્યારે આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું અને તેનું યૌન શોષણ કર્યું હતું.યુવતીના પરિવારજનોની ફરિયાદ બાદ તમિલનાડુ પોલીસની બે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ કામરાજાપુરમમાંથી આરોપીઓની ધરપકડ કરી.

કેરળમાં બિશપે નન પર આચર્યું હતું દુષ્કર્મ

બહુચર્ચિત કેરળ નન રેપ કેસમાં જેમાં ફ્રાન્કો મુલક્કલ, જલંધર ડાયોસીઝના ભૂતપૂર્વ બિશપ, જેઓ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચર્ચને નિયંત્રિત કરે છે, પર 6 મે, 2014 ના રોજ કેરળની એક સાધ્વી પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેરળના કોટ્ટાયમની એક અદાલતે જલંધર ડાયોસિઝના ભૂતપૂર્વ બિશપ ફ્રાન્કો મુલક્કલને એક સાધ્વી સામેના બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યા હતા.

યુપીમાં કથિત રીતે બળાત્કાર બાદ 85 વર્ષીય મહિલાનું મોત

ઉતરપ્રદેશમાં કથિત રીતે બળાત્કાર બાદ 85 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના ૩૦ જુલાઈના રોજ સામે આવી હતી જેમાં પોલીસે જણાવ્યું હતું.પોલીસે 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ રાકેશ તરીકે છે, જે પાડોશમાં રહે છે. પુત્રવધૂના જણાવ્યા અનુસાર, જ્યારે તે બપોરે 1 વાગ્યાની આસપાસ પીડિતાના ઘરે ગઈ ત્યારે રાકેશ તેની સાસુ પર બળાત્કાર કરતો જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

Tags:

kolkata rape caseraperape caserape case in indiaRape-Victims

Share Article

Other Articles

Previous

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત : આ ફિલ્મ માટે માનસી પારેખને મળ્યો બેસ્ટ એક્ટ્રેસ લીડીંગ રોલનો એવોર્ડ

Next

મહારાષ્ટ્રમાં તહેવારો, વરસાદ અને બી.એલ.ઓની અધુરી કામગીરીને લીધે ચૂંટણી જાહેર નથી કરી : ચૂંટણી પંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
2 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
3 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
3 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

વિશ્વમાં ગમે ત્યાં ત્રાટકી શકે તેવી પરમાણુ મિસાઈલનું US દ્વારા પરીક્ષણ, આ દેશ પાસે છે આવી સૌથી વધુ મિસાઈલો
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
ગાઝામાં ફરી ઇઝરાયલના હુમલામાં કેટલા લોકોના મોત થયા ? વાંચો
ગુજરાત
6 મહિના પહેલા
શિયાળામાં મન ભરીને કસરત કરજો! RMCના 4 જીમમાં આધુનિક સાધન મુકાશે,જાણો કયા-કયા સાધન વસાવશે મનપા
ગુજરાત
4 સપ્તાહs પહેલા
પોર્ન રેકેટ કેસમાં EDની કાર્યવાહી : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર દરોડા, આ મામલે 2021માં થઈ હતી ધરપકડ
Entertainment
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર