રાજકોટ શહેરમાં સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે તથા માલવાહક વાહનોને નો એન્ટ્રી : પોલીસ કમિશનરનો આદેશ
અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. હજુ થોડા સમય પહેલા જ રાજકોટમાં ડમ્પરની હડફેટે આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું જે બાદ પરિવારજનો અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લોકો દ્વારા શહેરમાં ભારે વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ મુકવાની પણ માંગ કરવામાં આવી હતી ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે તેમજ અકસ્માતના બનાવ પણ વધી રહ્યા છે ત્યારે આજે એટલે કે તા.29 જુલાઈ – રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તથા વાહન અકસ્માતો નિવારવાના હેતુસર શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે તથા માલવાહક વાહનોને શહેરમાં નો એન્ટ્રી છે.
1. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વાહનો માટે સવારનાં 06 વાગ્યાથી રાત્રિના 09 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે.
2. રેસકોર્ષ રીંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકથી હેડ કવાર્ટર સર્કલ, ન્યુ એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીનાં માર્ગ ઉપર ભારે તથા નાના માલવાહક વાહનો માટે સવારના 05 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે.
3. નાના માલવાહક વાહનો માટે શહેરના અન્ય વિસ્તારમાં પ્રવેશબંધી સવારના 09 કલાકથી બપોરના 01 કલાક સુધી તથા સાંજે 05 કલાકથી રાત્રિના 09 કલાક સુધી રહેશે.અન્ય સમયે અવરજવર કરી શકાશે.
4. માધાપર ચાર રસ્તા જામનગર રોડથી 150 ફુટ રીંગ રોડથી પુનિતનગર પાણીના ટાંકા સુધીના રસ્તા પર ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 07 કલાકથી બપારે 07 કલાક સુધી તથા સાંજના 05 કલાકથી રાત્રિના 09 કલાક સુધી પ્રવેશબંધી રહેશે. અન્ય સમયે અવરજવર કરી શકાશે.
આ પણ વાંચો : હવે UPIમાં પેમેન્ટ કોઈ PIN વગર થઇ શકશે : ટૂંક સમયમાં આવશે નવી સીસ્ટમ, ફિંગરપ્રિન્ટથી થશે તમામ ટ્રાન્ઝેક્શન
હેરાફેરી કરતાં તમામ વાહનો ઉપર ૨૪ કલાક કોઈ પ્રતિબંધ રહેશે નહીં
1 પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલ.પી.જી., સી.એન.જી. અને પાણીનું વિતરણ કરતા વાહનો માટે બપોરે 11-30 વાગ્યાથી બપોરના 3.30 વાગ્યા સુધી પ્રવેશબંધીમાંથી મુકિત રહેશે. તેમજ શાકભાજી, ફૂટ, દુધની હેરાફેરી કરતાં તમામ વાહનો ઉપર 24 કલાક કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
2 ઢેબર રોડ સાઉથ અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાંથી અટીકા ફાટક સુધી ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 06 કલાકથી સવારના 09 કલાક સુધી અને બપોરે 01 કલાકથી બપોરે 04 કલાક સુધી આ પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે.
આ પણ વાંચો : Sitaare Zameen Par OTT Release: સિતારે જમીન પર’ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ જોવા આપવા પડશે પૈસા
3 મવડી રેલ્વે ફાટકથી આનંદ બંગલા ચોક થઇ વિનોદ બેકરીવાળા ચોક સુધી તથા ઉત્તર તરફના ભાગે આવેલ મણીનગર ઉમાકાંત પંડીત ઔદ્યોગિક વસાહત શેરી નં. 6 સુધીના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 9 કલાકથી બપોરના 1 કલાક સુધી તથા સાંજના 4 કલાકથી રાત્રિના 9 કલાક સુધી પ્રતિબંધ રહેશે. અન્ય સમયે પ્રવેશબંધીમાંથી મુક્તિ રહેશે.
4 ગોંડલ રોડ બાય પાસ સર્કલથી ગોંડલ રોડ જુના જકાતનાકા સુધીમાં ગેરેજ વિસ્તાર હોવાના કારણે 24 કલાક માટે પ્રવેશબંધીમાંથી મુકિત રહશે.
5 ગોંડલ રોડ જકાતનાકાથી પી.ડી.એમ. કોલેજ મવડી ફાટક મક્કમ ચોક, લેલન્ડ ટી પોઈન્ટથી ભકિતનગર રેલ્વે સ્ટેશન સર્કલ સુધી ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તથા સાંજે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. અન્ય સમયે પ્રવેશબંધીમાંથી મુકિત રહેશે.
6 આજી ડેમ બાયપાસ રોડથી અમુલ સર્કલથી ચંપકભાઈ વોરા બ્રિજથી સોરઠીયાવાડી સર્કલ સુધીના 80 ફુટ રોડ પર 24 કલાક માટે પ્રવેશબંધીમાંથી મુકિત રહેશે.
7 માધાપર ચાર રસ્તા જામનગર રોડથી જુના જકાતનાકા થઈ આઈ.ઓ.સી. ડેપો અને રેલ્વે યાર્ડ સુધી માલની અવર-જવર કરવા માટે બિલ / રેલ્વે રીસીપ્ટ /ગેઈટ પાસ બતાવી ભારે અને નાના માલ વાહક વાહનો અવરજવર કરી શકશે.
8 ગોંડલ ચોકડીથી જામનગર જવા માંગતા ભારે અને નાના માલવાહક વાહનો 150 રીંગ રોડથી ઘંટેશ્વર ટી પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે અને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માંગતા ભારે અને નાના માલવાહક વાહનો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી પોઇન્ટથી નવા 150 રીંગ રોડથી કટારીયા ચોકડીથી 80 ફૂટ રોડ વાવડી રોડથી પુનીતનગર પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી તરફ જઈ શકાશે, પરંતુ તે રોડ ઉપરથી કોઈ પણ માલવાહક વાહન શહેરી વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં. તેમજ ત્રણ ટન/3000 કિલોથી ઓછી કેપેસીટીના નાના માલવાહક વાહનો માટે કોઈ પણ સમયે પ્રતિબંધ રહેશે નહીં.
