નીતિન ગડકરી ચાલુ સભામાં એકાએક થયા બેભાન, જુઓ વિડીયો
લોકસભાની ચુંટણીને લઈને હાલ તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે જાહેરસભા સંબોધી રહ્યા છે ત્યારે આજે મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેભાન થઈ ગયા. તેઓ અહીં NDAના શિવસેના ઉમેદવાર રાજશ્રી પાટીલના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધવા આવ્યા હતા ત્યારે જાહેરસભા સંબોધતી વખતે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થાય હતા.
જો કે, થોડા સમય પછી, નીતિન ગડકરીએ X પર પોસ્ટ કર્યું કે જણાવ્યું હતું કે તેઓ ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવી હતી પરંતુ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તે સ્ટેજ પર અચાનક બેહોશ થઈ ગયો હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે પોતે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.
