Nimisha Priya Case : યમનમાં નિમિષા પ્રિયા કેસમાં સરકારે હાથ ઊંચા કર્યા! કહ્યું,બચાવવા પૂરા પ્રયાસો કર્યા, શું થશે ફાંસીની સજા?
યમનમાં હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને બચાવવાની માંગ પર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ‘દરેક શક્ય પ્રયાસ’ કરી રહી છે, પરંતુ યમનની પરિસ્થિતિને જોતાં, બહુ કંઈ કરી શકાતું નથી. બ્લડ મની પેમેન્ટ જ એક માત્ર વિકલ્પ છે. જો કે એ લોકો આ મની સ્વીકારવા તૈયાર નથી. નિમિષાને 16 તારીખે બુધવારે ફાંસી આપવામાં આવશે તેમ નક્કી થયું છે.

સોમવારે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરી, જેમાં નિમિષા પ્રિયાની સજા મુલતવી રાખવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા કેન્દ્રને હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના એટર્ની જનરલ આર. વેંકટરમણીએ કોર્ટને જણાવ્યું હતું કે, ‘અમે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ યમન અંગે બહુ કંઈ કરી શકાતું નથી.’ હવે આ કેસની આગામી સુનાવણી શુક્રવારે થશે.

વેંકટરમણીએ જણાવ્યું હતું કે ભારત સરકારે રાજદ્વારી માધ્યમો દ્વારા યમન સરકારનો સંપર્ક કર્યો છે. એક પ્રભાવશાળી સ્થાનિક શેખ સાથે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પ્રભાવ પડ્યો નથી. તેમણે કહ્યું કે યમન સરકાર તેને ‘સન્માન અને ન્યાય’નો મામલો માની રહી છે, અને હાલમાં બ્લડ મની જેવી વ્યવસ્થા સ્વીકારવા તૈયાર નથી.
આ પણ વાંચો : VIDEO : સાઉથની ફિલ્મના શૂટિંગ દરમિયાન દુ:ખદ ઘટના : એસએમ રાજુનું લાઈવ સ્ટંટ સીન દરમિયાન નીપજ્યું મોત
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ બી.વી. નાગરથ્ના અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે અરજદાર પક્ષ કહે છે કે બ્લડ મની ગોઠવવામાં આવી છે, પરંતુ સરકારે કહ્યું કે યમન આ ઉકેલ સ્વીકારતું નથી.
આ પણ વાંચો : અંતરિક્ષને શુભાંશુ શુકલાનું સાયોનારા : 3 સાથીઓ સાથે ISSથી ધરતી તરફ આવવા રવાના, જાણો અવકાશયાન ક્યારે અને ક્યાં ઉતરશે?
કોર્ટે કેસની આગામી સુનાવણી શુક્રવાર, 19 જુલાઈના રોજ નક્કી કરી છે અને બંને પક્ષોને ત્યાં સુધીની નવીનતમ પરિસ્થિતિ વિશે કોર્ટને જાણ કરવા જણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી અને નિર્દેશ આપ્યો કે આ સંવેદનશીલ મામલાને સંપૂર્ણ ગંભીરતા અને સંયમ સાથે આગળ વધારવામાં આવે.
