2000 ની નોટ અંગે આરબીઆઈનું નવું ફરમાન
રૂપિયા 2000 ની નોટ હજુ પણ મોટા પ્રમાણમાં લોકો પાસે છે તેવા અહેવાલ બાદ રિઝર્વ બેન્કે નવી સુવિધાની જાહેરાત કરી છે જે મુજબ હવે લોકો 2000 ની નોટ પોસ્ટ મારફત રિઝર્વ બેન્કની પ્રાંત ઓફિસને મોકલી શકે છે. જે લોકો પ્રાંત ઓફિસથી ઘણા દૂર રહે છે તેમના માટે આ બેસ્ટ સુવિધા છે.
આરબીઆઇના ડાયરેક્ટર રોહિત પી. દ્વારા એમ જણાવાયું છે કે અમે લોકોને સુરક્ષિત રીતે પોતાની નોટ સીધા રિઝર્વ બેંકને મોકલવાની સુવિધા આપી છે અને લોકોએ તેનો લાભ લેવો જોઈએ. લોકોને પ્રોત્સાહન આપવા માટે જ આ સુવિધા શરૂ કરાઇ છે. એમણે કહ્યું છે કે પ્રાંત કચેરી સુધી જવામાંથી અને લાંબી લાઈનોથી બચવા માટે પણ આ સુવિધા છે.
ગત 19 મી મેના રોજ આરબીઆઇએ 2000 ની નોટ છલાંમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. હજુ પણ નોટો લોકો પાસે છે અને જમા થઈ નથી ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે અને લોકોને સુવિધા આપવા આ નિર્ણય લેવાયો છે.