નવુ ઇન્કમ ટેક્સ બિલ લોકસભામાં પાસ : મકાન- ફ્લેટ ખરીદનાર લોકોને મળશે રાહત, આવકવેરા દ્વારા લેવાતા દંડ ઓછા થશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભઆમાં રજૂ કરેલું ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 પસાર થઈ ગયું હતું. હવે આ બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે, રાષ્ટ્રપતિની ફાઈનલ મહોર બાદ બિલ કાયદો બની જશે. આ બિલ શુક્રવારે લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઈન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.કમિટીની લગભગ બધી જ ભલામણો સ્વીકારી લેવાઈ છે. તેમજ કંપનીઓ વચ્ચે ડિવિડન્ડનું વિતરણ કરવાની કલમોમાં રાહતરૂપ સુધારા કરાયા છે.
આ પણ વાંચો : દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના
ખાસ તો કરદાતાઓ અને મકાન કે ફ્લેટ કહૃદનારાઓને રાહત અપાઈ છે.કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે.
કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયુ હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે.
આ પણ વાંચો : કાળજું કંપાવતી ઘટના : રક્ષાબંધનના દિવસે જ ભાઈ કાળ બન્યો,પહેલા રાખડી બંધાવી અને પછી સગી બહેનની કરી હત્યા
સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે.
ભાડાંની મિલકતના માલિકોને રાહત
મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાંની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ.
ચેરિટેબલ ટ્રસ્ટ માટે સુધારા
કમિટીએ ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર 30 ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
