નીટ યુજી પેપરલીક કાંડ : સીબીઆઇની ટીમ ગુજરાત પહોંચી
આરોપીઓની કુંડળી લીધી ; પટણાની પોલીસે પણ કેસ ડાયરી સોંપી: સંજીવ મુખીયાને શોધવા દરોડા
નીટ યુજી પેપર લીક કાંડમ હવે તપાસનો મોરચો સીબીઆઈએ સંભાળી લીધો છે અને તે એક્શનમાં આવી ગઈ હતી. સોમવારે સીબીઆઇની તપાસ ઝડપી બની હતી. બધા જ આરોપીઓને સકંજામાં લેવા માટે અધિકારીઓએ માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી હતી.
સોમવારે સીબીઆઇની 4 સભ્યોની ટીમ ગુજરાત પહોંચી ગઈ હતી. એક ટીમ બિહાર ગઈ હતી અને રાજ્યોની પોલીસે કેસ ડાયરી સીબીઆઇને હવાલે કરી દીધી હતી. પટણાની પોલીસે પણ તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. અત્યાર સુધી આ બારામાં કૂલ 25 લોકોની ધરપકડ કરાઇ છે. મુખ્ય આરોપી સંજીવ મુખીયાને પકડવા માટે દારોડનો દૌર ચાલુ જ રહ્યો છે.
બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાંથી પકડાયેલા લોકોનો ઇતિહાસ સીબીઆઇ એકત્ર કરી રહી છે. એમની સાથે મદદમાં રહેલા લોકોની પણ તપાસ થઈ રહી છે. બીજી બાજુ બિહારની આર્થિક અપરાધ શાખાએ સીબીઆઇને બધી જાણકારી આપી હતી. આરોપીઓ વિષેની વિગતો પૂરી પાડી હતી.
મહારાષ્ટ્રમાં એક સ્કૂલના હેડ માસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને એમની પણ પૂછપરછ થઈ રહી છે. ઝારખંડના ઓએસીસ સ્કૂલના પ્રિન્સિપાલે એવો જવાબ આપ્યો છે કે અમારી સ્કૂલને લીક સાથે કોઈ લેવાદેવા નથી.