ફલાઈટમાં ફૂડ લીધા બાદ નીલમ કોઠારી બેહોશ થઈ ગઈ
ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અભિનેત્રી નીલમ કોઠારી ટોરન્ટોથી પરત આવતી વખતે ફૂડ લીધા બાદ અચાનક બિમાર પડી ગઈ અને થોડા સમય માટે બેભાન થઈ ગઈ હતી.
ફ્લાઇટ પહેલેથી જ લગભગ નવ કલાક મોડેથી ચાલી રહી હતી, અને આ દરમિયાન થયેલી આ હેલ્થ ઈમરજન્સીમાં મુસાફર હોવા છતાં તેમને યોગ્ય સમયની મદદ મળી ન હતી.
એક સહમુસાફરે તેમને તેમની સીટ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ ક્રૂ મેમ્બર તરફથી કોઈ સહાય કરવામાં આવી નહોતી.
આ ઘટનાને લઈને નીલમ કોઠારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ફ્લાઇટ સ્ટાફે તો મદદ કરી જ નહોતી, પણ તેમની હાલત પૂછવાની પણ તકલીફ ન લીધી.
તેઓએ કસ્ટમર કેરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો નહોતો. તેમણે આ ઘટનાને એરલાઈનની ગંભીર બેદરકારી ગણાવી છે અને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
