બિહારની તમામ બેઠકો NDAએ ઝુંટવી લીધી : RJD અને ઇન્ડિયાને લાગ્યો ઝાટકો
બિહાર ચાર બેઠકો પર એનડીએ ગઠબંધને વિજય મેળવતા આરજેડી અને ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝાટકો લાગ્યો છે. ઇન્ડિયા ગઠબંધન પાસે હતી એ ત્રણ બેઠકો એનડીએ ઝુંટવી લીધી હતી. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આરજેડી નો બે બેઠક પર વિજય થયો હતો. એ બંને બેઠકો તેને ગુમાવી છે. રામગઢ ની ગત ચૂંટણીમાં જીતેલી બેઠક ઉપર તો આરજેડીના ઉમેદવાર ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા હતા.

આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સેમી ફાઈનલ સમાન હતી.પ્રશાંત કિશોરે પ્રથમ વખત તેમની જન સૂરાજ પાર્ટીના ઉમેદવારોને તમામ ચાર બેઠક પર મેદાનમાં ઉતાર્યા હતા. તેમના ત્રણ ઉમેદવારો ત્રીજા ક્રમે અને એક ચોથા ક્રમે રહ્યા હતા.આ પેટા ચૂંટણીને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમી ફાઈનલ તરીકે માનવામાં આવતી હતી. બિહારની પ્રજાએ નીતીશ કુમારના નેતૃત્વ અને એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.