જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર : રિયાસીમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર જિલ્લામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે કુદરત જાણે તાંડવ મચાવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં ફરી પરિસ્થિતિ વધુ વણસી છે. હજુ 2 દિવસ પહેલા જ વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન લેન્ડસ્લાઇડ થતાં 35 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતા ત્યારે આજે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂર આવ્યું. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 ગુમ થયા છે. ઘણા ઘરો ધોવાઈ ગયા છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રિયાસીમાં પણ ભૂસ્ખલનના અહેવાલો મળ્યા છે.
ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 4 લોકો ગુમ થયાના અહેવાલ છે. તે જ સમયે, સતત ભારે વરસાદને કારણે રિયાસી જિલ્લાના માહોર વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
Cloudburst struck Rajgarh area of Ramban.
— Choudhary Danish Azaam (@danishazaam012) August 30, 2025
Rescue operations are underway and the situation is being monitored.#Ramban #JammuKashmir
pic.twitter.com/cc0D6RF5Lc
રાહત અને બચાવ કામગીરી શરૂ
પ્રશાસનના જણાવ્યા અનુસાર, ઘણા ઘરોને નુકસાન થયું છે, જેમાંથી કેટલાક પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત શોધ કામગીરી ચલાવી રહી છે. ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારો માટે કામચલાઉ રાહત કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વિકાસની ગાડી દોડી : GDP ગ્રોથ રેટ 7.8 ટકા,કૃષિ સહિતના ક્ષેત્રે સારા પરિણામોથી ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યુ
નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધારાની ટીમો પણ મોકલવામાં આવશે. સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તે જ સમયે, રિયાસી ભૂસ્ખલનની ઘટનામાં, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો સ્થળ પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહી છે.
VIDEO | Ramban: Three people died and two went missing following a cloudburst in Gadigram tehsil of Rajgarh. Search and rescue operations are underway.#JammuAndKashmir #Cloudburst
— Press Trust of India (@PTI_News) August 30, 2025
(Source – Third party)
(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/FBrk9QKBXC
ઓગસ્ટ 2025 માં, જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ઘણી તબાહી થઈ છે. આ મહિનામાં, રાજ્યને સતત પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં ભારે વિનાશ થયો હતો. અહેવાલો અનુસાર, છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદે જમ્મુ, સાંબા, કઠુઆ, રિયાસી અને ડોડા જિલ્લામાં તબાહી મચાવી હતી. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 36 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ફક્ત રિયાસી અને ડોડા જિલ્લામાં ઓછામાં ઓછા 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું, નદીઓનું પાણીનું સ્તર વધ્યું અને ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
આ પણ વાંચો : સુરતના ચકચારી બિટકોઇન ખંડણી કેસમાં ધારીના પૂર્વ MLA, અમરેલીના પૂર્વ SP, PI સહિત 14ને આજીવન કેદ,જાણો શું છે સમગ્ર મામલો
અગાઉ, 14 ઓગસ્ટે, કિશ્તવાડ જિલ્લાના ચિશોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ વિસ્તાર માતા વૈષ્ણો દેવી યાત્રાના માર્ગ પર આવેલો છે અને સમુદ્ર સપાટીથી 9,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. આ વાદળ ફાટવામાં ઓછામાં ઓછા 60 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા ઘાયલ અને ગુમ થયા હોવાના અહેવાલ છે. જોરદાર પૂરમાં શ્રદ્ધાળુઓના કેમ્પ, ઘરો અને પુલો તણાઈ ગયા હતા. સૌથી આઘાતજનક બાબત એ હતી કે આ વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, પરંતુ વાદળ ફાટવાના કારણે મર્યાદિત વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ આવી ગયો હતો.