નતાશાએ હાર્દિક પંડ્યાને તેના જન્મદિવસે આપ્યું અદ્ભુત સરપ્રાઈઝ : ફેન્સની આંખો થઈ ગઈ પહોળી, જુઓ વિડીયો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાનો 31મો જન્મદિવસ 11 ઓકટોબરના રોજ ઉજવ્યો હતો. તેના જન્મદિવસના ખાસ અવસર પર તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકે તેના સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક વીડિયો અપલોડ કર્યો હતો, જેને જોઈને ફેન્સ હાર્દિક પંડ્યાને કોમેન્ટમાં પૂછે છે કે તેને સરપ્રાઈઝ કેવું લાગ્યું.

વાસ્તવમાં, હાર્દિક પંડ્યાના જન્મદિવસ પર, નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એલ્વિશ યાદવ સાથે જોવા મળી રહી છે. તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિકનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે.
નતાશાએ એલ્વિશ સાથેનો વીડિયો શેર કર્યો
એલ્વિશ યાદવ સાથે નતાશા સ્ટેનકોવિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નતાશા એલ્વિશ સાથે બીચ પર વોક કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નતાશા અને એલ્વિશ એકબીજાને રોમેન્ટિક રીતે જોઈ રહ્યાં છે.
નતાશાના આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ચાહકો નતાશાના પૂર્વ પતિ હાર્દિક પંડ્યાને ટેગ કરી રહ્યા છે અને પૂછે છે કે ભાઈ, તમને સરપ્રાઈઝ કેવું લાગ્યું ? હાલમાં જ નતાશાના પંજાબી ગીતનો એક વીડિયો રિલીઝ થયો છે. છૂટાછેડા પછી આ વીડિયો તેનો પહેલો પ્રોજેક્ટ છે.

આ ગીત રિલીઝ થયા બાદ ચાહકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં નતાશા સાથે પંજાબી સિંગર પ્રીતીન્દર પણ જોવા મળી રહ્યો છે. નતાશાના નવા પ્રોજેક્ટ માટે ચાહકો ખૂબ જ ખુશ છે કે હાર્દિકથી છૂટાછેડા લીધા બાદ નતાશા તેની કારકિર્દીમાં આગળ વધી રહી છે. તેણે બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ સાથે તેના નવા ગીત પર રીલ બનાવીને તેના ચાહકોને ફરી એકવાર આશ્ચર્યચકિત કરી દીધા છે.
હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ રમી રહ્યો છે
જ્યાં નતાશા પોતાના કરિયરમાં આગળ વધી છે તો બીજી તરફ હાર્દિક પંડ્યા પણ બાંગ્લાદેશ સામેની ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા સાથે જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં હાર્દિક પોતાના સ્વેગ સાથે રમતા જોવા મળી રહ્યો છે.