રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી
સોશિયલ મીડિયાનું વળગણ કે બિનજરૂરી ઉપયોગ ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે અને પરિવારો માટે ચિંતાનું કારણ બની જાય છે. આવા એક કિસ્સામાં રાજકોટની 16 વર્ષિય સગીરા સાથે એક વર્ષ પૂર્વે ઈન્સ્ટા મારફતે પરિચયમાં આવેલા ગોંડલના વિધર્મી શખસે સગીરાનું અપહરણ કરી રાજકોટ ઉપરાંત ગોવા લઈ જઈને હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયો છે.

રાજકોટમાં રહેતી સગીરાને તેના મોબાઈલ ફોનમાં એક વર્ષ પૂર્વે ઈન્સ્ટામાં ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. સગીરાએ એકસેપ્ટ કરતાં સામે છેડેથી મેલીમુરાદ સાથે જ ગોંડલના ફૂલવાડી સામાકાંઠા વિસ્તારમાં રહેતા અરમાન સલીમભાઈ ગોદાણી નામના શખસે સગીરા સાથે સંપર્ક વધાર્યા હતા. પ્રેમમાં હોવાનો ડોળ કર્યો હતો. સગીરાને જાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપી હતી.
આ પણ વાંચો : મારા પિતાએ પોલીસને બહુ ખવડાવ્યુ છે, એ લોકો અમને સલામ ભરે છે! એસ્ટેટ બ્રોકરને પાડોશીઓનો અનહદ ત્રાસ
ફોનમાં વાતચીત ઉપરાંત રાજકોટમાં આવીને મળતો હતો. રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ લઈ જતો હતો. એક માસ પૂર્વે સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો. રાજકોટમાં જામનગર રોડ પર ફ્લેટમાં કુકર્મ ગુજાર્યું હતું અને ગોવા લઈ ગયો હતો ત્યાં વોટેલ કલગુટ હોટલમાં સગીરાને લઈ ગયો હતો જ્યાં અવાર-નવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. અન્ય કોઈની મદદગારી, સંડોવણી છે કે કેમ તે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.