સૈની 17 ઓક્ટોબરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. સૈનીનો શપથ ગ્રહણ દશેરા ગ્રાઉન્ડ સેક્ટર 5 પંચકુલામાં સવારે 10 વાગ્યે થશે.
કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, ‘અમને પ્રધાનમંત્રીની મંજૂરી મળી ગઈ છે કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ 17 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.’
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સામાજિક સમીકરણ અને રણનીતિ કામ કરી ગઈ. જેના કારણે ભાજપે 48 બેઠક સાથે મોટી જીત હાંસલ કરી છે. હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
નાયબ સિંહ સૈનીએ માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને બદલીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ બીજી વખત હશે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનશે. હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓમાં જિલ્લા સ્તરીય સમિતિઓ વ્યસ્ત છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપે રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સામાજિક સમીકરણની વ્યૂહરચના કામ કરી ગઈ અને 48 બેઠકો સાથે મોટી જીત નોંધાવી. રાજ્યમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે.