નાગપુર, ગોવા સહિતના એરપોર્ટ ઉડાડી મૂકવાની ધમકી
દેશમાં ફરી કોઈકે બોંબથી એરપોર્ટ્સને ઉડાવી મૂકવાની ધમકી આપી હતી અને પોલીસ સહિતનું તંત્ર ધંધે લાગી ગયું હતું. સોમવારે જયપુર, નાગપુર, ગોવા સહિતના ઘણા એરપોર્ટ્સને બોંબથી ઉડાવી મૂકવાનો ઈમેલ આવતાં હડકંપ મચ્યો હતો.
સોમવારે સવારે નાગપુર એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રુઈના ઈમેલ પર આવો ધમકીભર્યો ઈમેઈલ આવ્યો હતો. ત્યાર બાદ એરપોર્ટ્સની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામા આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નાગપુર પોલીસને ફરીયાદ કરવામાં આવતાં તપાસ શરુ કરી દેવામાં આવી હતી. પોલીસે મેઇલ મોકલનારની તપાસ શરૂ કરી હતી.