મારું મગજ દર મહિને 200 કરોડ કમાઈ શકે તેવું તેજ છે : નીતિન ગડકરીએ ફરી આપ્યું રસપ્રદ નિવેદન
ઇથેનોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો પર કટાક્ષ કર્યો છે. ગડકરીએ કહ્યું કે મારું મગજ દર મહિને 200 કરોડ કમાઈ શકે તેવું છે પણ નાણાકીય લાભ માટે હું ગમે તે સ્તરે નથી જવાનો. ગડકરીએ આ ટિપ્પણી ઇથેનોલ પર ચાલી રહેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં કરી હતી.
એમણે ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે, વ્યક્તિગત નાણાકીય લાભ માટે નહીં. નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું, “શું તમને લાગે છે કે હું આ બધું પૈસા માટે કરી રહ્યો છું? હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી”.
"My brain is worth 200 CRORE per month. I know how to earn honestly.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) September 14, 2025
~ Recently, my son imported 800 containers of apples from Iran & exported 1,000 containers of bananas. There are no monetary dealings with Iran"
Union minister Nitin Gadkari refutes all Forgery rumours🎯 pic.twitter.com/cmRxtCOcJB
ગડકરીએ કહ્યું કે રાજકારણીઓ ઘણીવાર પોતાના ફાયદા માટે વિભાજનનો ઉપયોગ કરે છે. તેમણે ચેતવણી આપી હતી કે પછાતપણું એક રાજકીય હથિયાર બની ગયું છે. ગડકરીએ કહ્યું કે મારો પણ એક પરિવાર અને ઘર છે. હું કોઈ સંત નથી, હું એક રાજકારણી છું. પરંતુ હું હંમેશા માનતો આવ્યો છું કે વિદર્ભમાં લગભગ 10,000 ખેડૂતોની આત્મહત્યા અત્યંત શરમજનક છે. ખેડૂતો સમૃદ્ધ થાય ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે.
ગડકરીની આ ટિપ્પણી 1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તમામ ઇંધણ સ્ટેશનો પર ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ફરજિયાત ઉપલબ્ધતાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધા બાદ આવી હતી. કેન્દ્રએ અરજીનો વિરોધ કર્યો હતો, તેને રાષ્ટ્રીય નીતિને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતે એપ્રિલ 2023 માં સમગ્ર દેશમાં 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20) લાગુ કર્યું હતું, જેનાથી તેના મિશ્રણ લક્ષ્યને નિર્ધારિત સમય કરતા પાંચ વર્ષ વહેલા પ્રાપ્ત થયું હતું.