Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ : ક્રૂની અછતને કારણે વિમાનોના પૈડા થંભી ગયા,મુસાફરો પરેશાન

Thu, December 4 2025

ગુરુવારે સતત ત્રીજા દિવસે દેશની સૌથી મોટી એરલાઇન indigoની 100 કરતાં વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ થતાં ભારે દેકારો મચી ગયો છે. ક્રૂ અને ખાસ કરીને પાયલટની અછતને કારણે ઈન્ડિગો ઘેરા સંકટમાં મુકાઈ ગઈ છે.

બુધવારે 200 ફ્લાઇટ્સ રદ થયા પછી ગુરુવારે પણ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક નાના મોટા શહેરોમાં  indigo ની કામગીરી ખોવાઈ ગઈ હતી. જેને કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા અને હવાઈ મથકો પર અરાજકતાના દ્રશ્ય સર્જાયા હતા.

ગુરુવારે વહેલી સવારે દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ લગભગ 33 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો પરેશાની માં મુકાઈ ગયા હતા. દિવસ દરમિયાન 170 થી વધુ ફ્લાઈટ રદ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.

દરરોજ લગભગ 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગોએ સ્વીકાર્યું કે તેની કામગીરી નોંધપાત્ર રીતે ખોરવાઈ ગઈ  હતી.કંપનીએ તેના ગ્રાહકોની નિષ્ઠાપૂર્વક માફી માંગી, આ સમસ્યાલ કરવા માટે ત્વરિત યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવા સાથે જ મુસાફરોને સહકાર આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો :કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર

નવેમ્બર મહિનામાં 1232 ફ્લાઇટ રદ

સ્થિતિ ગંભીર બનતા ઉડ્ડયન નિરીક્ષક, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગુરુવારે એરલાઇન અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા.ઇન્ડિગો દ્વારા આપવામાં આવેલી તાજેતરની કામગીરીની માહિતીનો ઉલ્લેખ કરતા , DGCA એ જણાવ્યું હતું કે નવેમ્બરમાં કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને FDTL (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા) મર્યાદાઓને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. DGCA એ જણાવ્યું હતું કે “એરપોર્ટ/એરસ્પેસ પ્રતિબંધો” ને કારણે 258 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, 92 ફ્લાઇટ્સ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સિસ્ટમ નિષ્ફળતાને કારણે અને 127 ફ્લાઇટ્સ અન્ય કારણોસર રદ કરવામાં આવી હતી.

નવા FDTL ધોરણોને કારણે સંકટ ઘેરુ બન્યું

નવેમ્બરમાં સુધારેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ધોરણો રજૂ થયા પછી ઈન્ડિગોની હાલત કફોડી બની ગઈ છે નવા FDTL ધોરણોમાં સાપ્તાહિક આરામનો સમયગાળો વધારીને 48 કલાક કરવાનો, રાત્રિના કલાકો વધારવાનો અને રાત્રિ ઉતરાણની સંખ્યા ફક્ત બે સુધી મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે, જે પહેલા છ હતી.

શરૂઆતમાં ઇન્ડિગો સહિત સ્થાનિક એરલાઇન્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના નિર્દેશો બાદ DGCA દ્વારા તેને રદ કરવામાં આવી હતી. આ ધોરણોનો અમલ કરવાને કારણે ક્રૂ અને પાયલટની અછત સર્જાઇ છે.

Share Article

Other Articles

Previous

રશિયાના પ્રમુખ પુતીન દિલ્હી પહોંચ્યા : પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત

Next

કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
15 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
16 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
16 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
16 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

હોકી એશિયા કપ રમવા પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે : પાકિસ્તાન સરકારે ભારત પ્રવાસને કર્યો નામંજૂર
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજબ્રિજકોટ: એક સાથે ૯ સ્થળે બનશે અન્ડર-ઓવરબ્રિજ
રાજકોટ
1 વર્ષ પહેલા
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ગવઈની તબિયત બગડી, દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
મહારાષ્ટ્ર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેડિકલ કોલેજ સહિત ₹76,000 કરોડની યોજનાઓની ભેટ આપી, વર્ચ્યુઅલ્લી કર્યું સંબોધન
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર