દિલ્હી બ્લાસ્ટ કેસમાં પાકિસ્તાનની સંડોવણીના વધુ પુરાવા મળ્યા :જૈશ હેન્ડલર સાથે સંપર્કમાં હતા આરોપીઓ,’બિરયાની અને દાવત’ના કોડવર્ડ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલ કાર વિસ્ફોટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મહમદની સીધી સંડોવણીના વધુને વધુ પુરાવાઓ હાથ લાગતાં જાય છે. આ કેસની તપાસ દરમિયાન સામે આવેલી વિગત મુજબ આરોપીઓ ડોક્ટર મુઝમિલ શકીલ અને જમ્મુ અને કાશ્મીરના શોપિયાના મૌલવી ઇરફાન અહેમદ જૈશના હેન્ડલર સાથે સંપર્કમાં હતા અને એ હેન્ડલરે બોમ્બ બનાવવાના વિડીયો શેર કર્યા હતા.
આ પણ વાંચો :ભાજપથી જ ઉજળા બનેલા કુંડારિયાને પક્ષના જ ભગવા ખેસની એલર્જી ? મોહનભાઈએ ગળે કે ખભે ખેસ ન નાખતા ભારે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર ‘હંઝુલ્લા’ ઉપનામ ધરાવતા પાકિસ્તાન સ્થિત હેન્ડલરે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં સંડોવાયેલા આરોપી ડોક્ટરોમાંના એક ડૉ. મુઝામિલ શકીલ સાથે બોમ્બ બનાવવાના વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે ઓક્ટોબરમાં જમ્મુ અને કાશ્મીરના નૌગામમાં જે જૈશના પોસ્ટરો લાગ્યા હતા અને તેના પર ‘કમાન્ડર હંઝુલ્લા ભાઈ’ નામ લખેલું હતું.દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓ હવે આ રહસ્યમય જૈશ હેન્ડલરને શોધી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જૈશના હેન્ડલરનો સંપર્ક શકીલ સાથે જમ્મુ અને કાશ્મીરના શોપિયાના મૌલવી મૌલવી ઇરફાન અહેમદ દ્વારા થયો હતો. આ મૌલવી એ જ ડોક્ટરોને કટ્ટરપંથી બનાવ્યા હતા અને વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ બનાવ્યું હતું. મૌલવીએ પહેલા શકીલની ભરતી કરી હતી -ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર શકીલની ભરતી કરી હતી. ત્યારબાદ શકીલે યુનિવર્સિટીના અન્ય સમાન વિચારધારા ધરાવતા’ડોક્ટરો – મુઝફ્ફર અહેમદ, અદીલ અહેમદ રાથેર અને શાહીન સઈદને ભરતી કર્યા હતા.
“બિરયાની અને દાવત”ના કોડવર્ડ
પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું આ આતંકવાદી મોડ્યુલ મહિનાઓથી રાષ્ટ્રીય રાજધાનીમાં હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ જૂથ દિલ્હી, ગુરુગ્રામ અને ફરીદાબાદના હાઇ-પ્રોફાઇલ વિસ્તારોને નિશાન બનાવવા માટે 200 શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તૈયાર કરી રહ્યું હતું. ડોકટરોએ ધ્યાન ખેંચવાથી બચવા માટે સામાન્ય વાનગીઓના નામનો ઉપયોગ કરીને આતંકવાદી યોજનાઓ બનાવવા માટે સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હતો. ઉપયોગમાં લેવાતા કોડ શબ્દોમાં વિસ્ફોટક સામગ્રી માટે બિરયાની અને ચોક્કસ ઘટના માટે દાવત કોડવર્ડનો ઉપયોગ કરાતો હતો.
