ભક્તો કરતાં VIP પર વધુ ધ્યાન; મહાકુંભમાં થયેલી ભાગદોડ મામલે રાહુલ ગાંધીએ આપી આક્રમક પ્રતિક્રિયા, યોગી સરકારથી થયા નારાજ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં અનેક લોકોના મોત થયા છે ત્યારે તેની વચ્ચે રાજકીય રીએક્શન પણ શરૂ થયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક પ્રતિક્રિયા આપતાં યોગી સરકારને ઘેરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે. આ દુઃખદ ઘટના મિસ મેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ વીઆઇપી મૂવમેન્ટ પર તંત્રનું ખાસ ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી. ‘
રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું કે, ‘હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. દુઃખદ ઘટના ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઇપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.’

તેમણે લખ્યું કે, ‘હું શોકમાં ગરકાવ પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અને ઘાયલ થયાની ઘટના દુઃખદ છે.’