મધ્યપ્રદેશમાં મોહનરાજ, શપથ સમારોહમાં કોણ કોણ હતા મહાનુભાવો ? વાંચો
- સીએમ સાથે બીજા બે નેતાઓના શપથ
- કેટલા રાજ્યના સીએમ આવ્યા હતા ?
મધ્યપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત બાદ મોહન યાદવે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે સીએમ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તેઓ મધ્યપ્રદેશના 19મા મુખ્યમંત્રી બન્યા છે. અ સાથે જ મધ્યપ્રદેશમાં મોહનરાજ શરૂ થયું હતું.
ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે તમામને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા ઉપરાંત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. નવા સુકાનીઓને સિનિયરોએ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રી મોહન યાદવની સાથે માત્ર બે ડેપ્યુટી સીએમએ શપથ લીધા હતા. બાકીની કેબિનેટ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ જ કારણ છે કે અન્ય અન્ય કોઈ ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.