મોદીનો દબદબો : PM મોદી-પુતિને કારમાં બેસીને 45 મિનિટ સુધી કરી ચર્ચા! પુતિને 10 મિનિટ રાહ જોઈ,ટ્રમ્પને લાગશે મરચાં
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બનેલી એક અનોખી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
બન્યું એવું કે સમિટ પૂર્ણ થયા બાદ રિટ્ઝ-કાર્લટન હોટેલ ખાતે દ્વિપક્ષીય બેઠકો માટે બધા નેતાઓ માટે પ્રોટોકોલ મુજબ અલગ અલગ કાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે પુતિને મોદીની સાથે એક જ કારમાં જવાનો આગ્રહ રાખ્યો હતો અને બાદમાં બંને નેતાઓએ રિટ્ઝ-કાર્લટન હોટેલ સુધી એક સાથે કારમાં મુસાફરી કરી હતી.કાર ત્યાં પહોંચી ગયા પછી પણ બન્ને નેતાઓએ તેમાં જ બેઠા રહીને 45 મિનિટ સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખાસ વાત એ છે કે, પુતિને મોદી સાથે મુસાફરી કરવા માટે લગભગ 10 મિનિટ સુધી તેમની રાહ જોઈ હતી.
After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful. pic.twitter.com/oYZVGDLxtc
— Narendra Modi (@narendramodi) September 1, 2025
વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું, “SCO સમિટ બાદ હું અને રાષ્ટ્રપતિ પુતિન એકસાથે દ્વિપક્ષીય બેઠકના સ્થળે ગયા. તેમની સાથેની વાતચીત હંમેશા જ્ઞાનવર્ધક હોય છે.” આ બેઠક લગભગ એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકાએ ભારતના રશિયા સાથેના તેલ વેપારની ટીકા કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયાના યુક્રેન યુદ્ધને આર્થિક સમર્થન આપવાનો આરોપ લગાવીને ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યા છે.
