જમ્મૂ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાના 14 રાષ્ટ્રીય રાઈફલ્સ કેમ્પમાં આકસ્મિક ફાયરિંગ થયું હતું, જેમાં એક સૈનિકે ભૂલથી પોતાની લોડેડ બંદૂક છોડી દીધી હતી, જેના કારણે ગોળી ફાયર થઇ ગઈ હતી. ગોળી વાગવાથી એક જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતમાં એક અન્ય અધિકારી ઘાયલ થયા હતા જે સૈનિકના બંદુકથી ફાયરિંગ થયું હતું તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેની સામે પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
14 રાષ્ટ્રીય રાઈફલના કેમ્પમાં લોડેડ બંદુક સાથે ઘણાં સૈનિકો તૈનાત હતા. ત્યારે ભૂલથી એક સૈનિકથી તેની બંદુક નીચે પડી ગઈ અને જ્યારે તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક ફાયરિંગ થઇ, જેના કારણે બે અધિકારીઓને ગોળી વાગી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એકને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.
