રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો : દોષિતો સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવા માંગણી
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચી ખેંચીને કાઢવા તેમજ મારપીટ કરી અપમાનજનક વર્તન કરવા મામલે રાજકોટ શહેર માઇનોરિટી સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિત પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવાની સાથે પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સાથે જ આ ઘટના ઉચ્ચઅધિકારીઓની સૂચના વગર શક્ય ન હોય ગુન્હામાં સંડોવાયેલ તમામ વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગણી કરી હતી.

રાજકોટ માઇનોરિટી નામની સંસ્થાના આગેવાનોએ સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગત તા.31 ઓક્ટોબરના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર સાથે પોલીસ કર્મચારીઓ દ્વારા અમાનવીય વર્તન કરી કાયદા વિરુદ્ધ કસ્ટડીમાં રાખી એક-એક વાળ ખેંચી મારમારવાની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :રાજ્યના પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપોરેટરોની દિવાળી સુધરી : કોમ્પ્યુટર ઓપરેટરોને મહિને 15 હજાર પગાર ચૂકવવા આદેશ

આવી ઘટના ઉચ્ચ અધિકારીના આદેશ વગર શક્ય ન હોવાનો આરોપ લગાવી ઘટનામાં સંડોવાયેલ તમામ સામે પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરવા તેમજ માનવ અધિકાર ભંગ સમાન આ ઘટનામાં સુઓમોટો કાર્યવાહી કરી એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતનાઓને ડિસમિસ કરવા માંગણી કરવામાં આવી હતી.
