ભારતમાં હજારો વર્ષ પહેલાં પણ મિની સ્કર્ટ ની ફેશન હતી: મોદી
કોણાર્ક ના મંદિરોની મૂર્તિઓનો દાખલો આપ્યો
દિલ્હીના ભારત મંડપમ ખાતે નેશનલ ક્રીએટર્સ એવોર્ડ વિતરણ સમારોહમાં ઉદબોધન કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીની સ્કર્ટ અને કોણાર્ક મંદિરની પ્રાચીન મૂર્તિઓ વચ્ચેનું રસપ્રદ સામ્ય વર્ણવ્યું હતું.
તેમણે કહ્યું કે ઘણા લોકો મીની સ્કર્ટને આધુનિકતાનું પ્રતિક માને છે પણ જો તમે કોણાર્ક જાઓ તો ત્યાં સદીઓ જૂના મંદિરોમાં મિનિ સ્કર્ટ પહેરેલી અને હાથમાં પર્સ ધરાવતી મૂર્તિઓ જોવા મળશે.
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ પ્રથમ નેશનલ ક્રીએટર્સ એવોર્ડ સમારોહમાં 19 વર્ષની કન્ટેન્ટ ક્રિએટર જાનવી સિંઘને પુરસ્કાર આપ્યા બાદ વડાપ્રધાને આ મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જાનવી સિંઘ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ કેન્દ્રિત પરંપરામાં ભારતના કાપડ અને પોશાકની હિમાયત કરવા માટે પ્રખ્યાત છે.