દરેક જગ્યાએ બીરિયાની જ ખવડાવાતાં પાકિસ્તાન ટીમના મીડિયા મેનેજરે (હસતાં-હસતાં) કરેલી ફરિયાદ: કોઈ રોટલી-શાક ખવડાવે તેવી માંગણી
હૈદરાબાદમાં ગદગદ કરી દેનારું સ્વાગત થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને અમદાવાદમાં પણ વધાવી' લેવાઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓએ હૈદરાબાદની બીરિયાની ખાધાં બાદ હવે અમદાવાદમાં પણ તેને બીરિયાની ખવડાવાઈ હતી. જો કે હવે બીરિયાનીનો
ઓવરડોઝ’ તેને પરેશાન કરવા લાગ્યો છે. ટીમના મીડિયા મેનેજરે ક્હ્યું કે દરેક જગ્યાએ અમને બીરિયાની જ ખવડાવાઈ રહી છે એટલા માટે હવે અમને રોટલી-શાક ખવડાવાય તો ઘણું સારું. આ વાત બાદ ક્રિકેટરસિકો કોમેન્ટ કરવા લાગ્યા છે કે મળે એ જમી લ્યોને ભાઈ, ત્યાં (પાકિસ્તાન) તો આના પણ વાંધા છે !!
જો કે અમદાવાદમાં પાકિસ્તાન ટીમને ગુજરાતી ખાણું પણ ખવડાવાયું છે સાથે સાથે ગાંઠિયા-જલેબીનો સ્વાદ પણ માણવા મળ્યો છે. કદાચ આ પ્રકારનો ટેસ્ટ પાકિસ્તાન ટીમે વિશ્વમાં ક્યાંય માણ્યો નહીં હોય તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી એટલા માટે જ પાકિસ્તાન ટીમ વર્લ્ડકપને યાદ રાખે કે ન રાખે પરંતુ અહીંની મહેમાનગતિ જરૂર યાદ રાખશે. કદાચ ભારતીય ટીમ પાકિસ્તાનમાં જાય તો તેની ત્રેવડ નથી કે ભારતીય ટીમને આ રીતે `સાચવી’ શકે !!