“કટ્ટરપંથી ડાબેરી પાગલોને મેરી ક્રિસમસ કેનેડાના ગવર્નર ટુડોને પણ મેરી ક્રિસ્મસ”
ટ્રમ્પે ક્રિસમસ મેસેજમાં પણ ઠેકડી ઉડાવી
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિસમસ પ્રસંગે મેરી ક્રિસમસનો શુભેચ્છા સંદેશ આપવામાં પણ તેમના રાજકીય હરીફો અને જો બાઈડેનની ટીકા કરવાનું ચુક્યા નહોતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો ને વધુ એક વખત કેનેડાના ગવર્નર ગણાવી તેમણે ઠેકડી ઉડાવી હતી. ક્રિસમસના શુભેચ્છા સંદેશમાં પણ તેમણે પનામા કેનાલ નો મુદ્દો ઉઠાવ્યો હતો. ચીનના સૈનિકો પનામાં નહેરમાં ઓપરેટ કરતા હોવાનું જણાવી તેમણે જો બાઇડેન, જસ્ટિન ટુડો અને ડેમોક્રેટ્સની ઝાટકણી કાઢી હતી.
ટ્રમ્પેટ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઉપરા છાપરી ક્રિસમસ મેસેજ વહેતા કર્યા હતા. એવા એક સંદેશામાં ટ્રમ્પે લખ્યું, ” કટ્ટરપંથી ડાબેરી પાગલોને મેરી ક્રિસમસ, જેઓ સતત અમારી કોર્ટ સિસ્ટમ અને અમારી ચૂંટણીઓમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે તેમના અસ્તિત્વની એકમાત્ર તક એવા માણસ પાસેથી માફી મેળવવાની છે જેને તે શું કરી રહ્યો છે તેની બિલકુલ જાણ નથી. “
તેમણે સંદેશો આગળ વધાર્યો, “ઉપરાંત, કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડોને પણ મેરી ક્રિસમસ, જેમના નાગરિકો પર ઘણા ઊંચા કરવેરા છે, પરંતુ જો કેનેડા આપણું 51મું રાજ્ય બનશે, તો તેમના કરમાં 60% થી વધુ ઘટાડો થશે.”