13,500 કરોડના બેંક કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ : 7 વર્ષથી હતો વોન્ટેડ
પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13500 કરોડ કરતાં વધારે રકમનું કૌભાંડ કરનાર ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની શનિવારે બેલ્જિયમમાં પોલીસે ધરપકડ કરી જેલવાલે કરી દીધા હતા. સીબીઆઈ તથા ઈડી જેવી ભારતની તપાસને એજન્સીઓએ કરેલી વિનંતી બાદ બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસીને ઝડપી લીધો હતો. તેની ધરપકડ બાદ હવે તેનું ભારતને પ્રત્યાર્પણ કરવાનો માર્ગ મોકળો થયો છે.64 વર્ષીય મેહુલ ચોકસીની ધરપકડ થયું હોવાની વાતને તેમના વકીલ વિજય અગ્રવાલે પુષ્ટિ આપી હતી.
નોંધનીય છે કે મેહુલ ચોકસી ને ભારત લાવવા માટે તપાસની એજન્સીઓ છેલ્લા સાત વર્ષથી અવિરત પ્રયાસો કરી રહી હતી. ભારતે પ્રત્યાર્પણની માગણી કરી છે અને ટૂંક સમયમાં અધિકારીઓની ટીમ બેલ્જિયમ જશે. પંજાબ નેશનલ બેંકે ચોકસી, મોદી અને તેમની ફર્મ, ગીતાંજલિ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર સહિત અનેક સંસ્થાઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે બધાં ઉપર મુંબઈની બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓને લાંચ આપીને લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (LoUs) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (FLCs)નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.આ કૌભાડ માં બેંકના ટોચના અધિકારીઓની સંડોવણી પણ ખુલ્લી હતી.
આ કૌભાંડ બહાર આવ્યું તેના થોડા મહિના પહેલા મેહુલ ચોકસી અને નિરવ મોદી ભારત છોડીને ભાગી ગયા હતા.દરમિયાન નીરવ ચોક્સી બેલ્જિયમમાં રહેતો હોવાની વાતને ગત મહિને બેલ્જિયમ સરકારે પુષ્ટિ આપી હતી.બાદમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ બેલ્જિયમ સત્તાવાળાઓ સાથે કૌભાંડની વિગતો અને જરૂરી દસ્તાવેજો શેર કર્યા હતા જેના આધાર પર બેલ્જિયમમાં ચોકસીની ધરપકડ કરાઈ હતી.
સ્વિટ્ઝરલેન્ડ ભાગી જવાની વેતરણમાં હતો
વર્ષ 2018માં ભારતમાંથી ભાગી ગયા બાદ મેહુલ ચોકસીએ એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવ્યું હતું. ચોકસીની પત્ની પ્રીતિ બેલ્જિયમની નાગરિક છે. ચોકસીએ બેલ્જિયમમાં રેસિડેન્સી કાર્ડ મેળવવા માટે બનાવટી દસ્તાવેજો સબમિટ કર્યા હતા અને ભારત તથા એન્ટિગુઆની નાગરિકત્વ છુપાવ્યું હતું. બેલ્જિયમમાં તેમની સામે ગાળિયો ભીંસાઈ રહ્યો હોવાના એંધાણ ‘ મળતા તેઓ સ્વિટ્ઝરલેન્ડ ભાગી જવાની વેતરણમાં હતા પણ તે પહેલા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.