Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી

Fri, June 20 2025

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાતમાં
અસાધારણ કક્ષાનો વધારો કર્યો છે. અમેરિકા દ્વારા વધારાના ફાઈટર જેટ, ટેન્કર્સ અને યુદ્ધનૌકાઓ રક્ષણ માટે તૈનાત કરવામાં આવ્યા છે.અમેરિકાએ ઈરાનના હુમલાઓથી ઇઝરાયેલનું રક્ષણ કરવા માટે આશસ્ત્ર જમાવડો કર્યો હોવાનું કારણ આપ્યું હતું પણ વિશ્લેષકો તેને યુદ્ધમાં અમેરિકાની સંભવિત સીધી સંડોવણીની પૂર્વ તૈયારી માની રહ્યા છે.


મધ્ય પૂર્વમાં અમેરિકી વિમાનોની હિલચાલમાં મોટો વધારો થયો છે. બાર F-16 વિમાનોને સાઉદી અરેબિયામાં ખસેડવામાં આવ્યા છે, અને અમેરિકી ફાઈટર જેટ હવે ઇરાક અને સીરિયાની સરહદ નજીક સતત હવાઈ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ડિએગો ગાર્સિયામાં B-52 બોમ્બર્સ તૈયાર છે. અમેરિકી યુદ્ધનૌકાઓ ઈરાની મિસાઈલોને રોકી રહી છે, જેમાં યુએસએસ ધ સુલિવન્સ અને યુએસએસ આર્લે બર્ક જેવા ડિસ્ટ્રોયર્સ ઈઝરાયેલના રક્ષણમાં સીધી ભૂમિકા ભજવી રહ્યા છે. યુએસએસ કાર્લ વિન્સન અને તેનું સ્ટ્રાઈક ગ્રૂપ અરબી સમુદ્રમાં તૈનાત કરી દેવાયું છે. યુએસએસ નિમિટ્ઝ રિઇનફોર્સમેન્ટ અથવા રોટેશન માટે રવાના થઈ રહ્યું છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ તૈનાતીની પુષ્ટિ કરી, આ નિર્ણય “અમારા લોકોની સલામતી માટે” લેવાયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : શું અમદાવાદમા ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે? સરકારે આ મામલે કરી સ્પષ્ટતા, જાણો શું છે સમગ્ર મામલો

ઈરાનના ફોર્ડો પરમાણુ મથકનો ઘડો લાડવો કરવાની તૈયારી?

ઈરાનના પર્વતોમાં ઊંડે બનાવવામાં આવેલા ફોર્ડો પરમાણુ મથકનો નાશ કરવાની ક્ષમતા એક માત્ર અમેરિકા પાસે છે.30 હજાર પાઉન્ડનો “બંકર બસ્ટર” બોમ્બ અને તેના પરિવહન માટે જરૂરી સામગ્રી તથા વિમાનો એક માત્ર અમેરિકા જ ધરાવે છે.હાલમાં તે માટેનો સરંજામ તૈનાત નથી કરવામાં આવ્યો, પણ તે વિકલ્પ પણ ખુલ્લો હોવાના પેન્ટાગોને નિર્દેશ આપ્યા હતા.ટ્રમ્પે પણ કહ્યું હતું કે એ પરમાણુ મથકનો નાશ માત્ર અમેરિકા જ કરી શકે છે.અત્રે એ ઉલ્લેખ પણ જરૂરી છે કે અભેદ ગણાતું એ પરમાણુ મથક નષ્ટ કરવા માટે ઇઝરાયેલ અગાઉ અમેરિકાની મદદ માંગી ચૂક્યું છે.

આ પણ વાંચો : આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો   

અમેરિકાએ વધુ સૈન્ય દળો મધ્ય પૂર્વમાં ખસેડ્યા

અમેરિકાએ તાજેતરના દિવસોમાં અન્ય સ્થળોએથી મધ્ય પૂર્વમાં વધુ સૈન્ય દળો ખસેડ્યા છે. ત્રીજું નેવી ડિસ્ટ્રોયર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ્યું છે, અને બીજું એરક્રાફ્ટ કેરિયર ગ્રૂપ અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે.
મધ્ય પૂર્વમાં અમેરિકી સૈનિકોની સંખ્યા લગભગ 40,000 સુધી પહોંચી છે, જે સામાન્ય કરતાં દસ હજાર વધારે છે. ટ્રમ્પ દ્વારા અમુક બેઝ પરના પરિવારોને સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મધ્ય પૂર્વમાં અમેરિકાના તમામ બેઝ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત

Next

જો તમારું પણ ઘર એરપોર્ટ પાસે હોય તો આવી શકે છે મોટી ઉપાધિ : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિયમમાં કર્યા ફેરફાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
9 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
10 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
10 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
10 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

32 વર્ષના સ્ટાર લોકપ્રિય કોરિયન એક્ટરનું હાર્ટ એટેકથી નિધન : ચાહકોમાં શોક
Entertainment
1 વર્ષ પહેલા
ખાલિસ્તાની આતંકી પન્નુએ શું આપી નવી ધમકી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
2025નો મહાકુંભ સુવ્યવસ્થા, શ્રદ્ધા અને આધુનિકતાના ભવ્ય મેળાવડા તરીકે ઓળખાશે: સીએમ યોગી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Rinku Singh: સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ 5 કરોડની ખંડણી માંગી, વાંચો શું છે સમગ્ર મામલો  
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર