વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ શહીત અનેક મહાનુભાવો એ ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી: રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર,દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જુના અને પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપને સતત નેતૃત્વ પૂરું પાડ્યું. તેમનું યોગદાન બોર્ડ રૂમથી ઘણું આગળ હતું. મારી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ: ભારતે કોર્પોરેટ વૃદ્ધિ, રાષ્ટ્રનિર્માણ અને નૈતિકતા સાથે શ્રેષ્ઠતાનો સમન્વય કરનાર પ્રતીક ગુમાવ્યું છે. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત રતન ટાટાએ ટાટા જૂથના વારસાને આગળ વધાર્યો છે.
મનમોહન સિંઘ: રતન ટાટા બિઝનેસ આઈકન કરતા વધુ હતા. તેમને તેમના વિઝન અને તેમણે માનવતા માટે કરેલા કામ બદલ હંમેશા યાદ કરવામાં આવશે. તેમનામાં સત્તામાં બેઠેલી વ્યક્તિ સામે સત્ય બોલવાની હિંમત હતી. અમે ઘણા પ્રસંગોએ સાથે કામ કર્યું હતું.
રાહુલ ગાંધી: રતન ટાટા આર્ષદ્રષ્ટા હતા. તેમણે બિઝનેસ અને સમાજ કલ્યાણ તથા ક્ષેત્રે અમીટ છાપ છોડી છે.તેમના પરિવાર અને ટાટા સમુદાય પ્રત્યે મારી સંવેદના.
મુકેશ અંબાણી: ભારત માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાની વિદાય માત્ર તાતા ગ્રુપ માટે નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. અંગત રીતે ટાટા ના નિધનથી હું ખૂબ દુઃખ અનુભવું છું મેં એક મિત્ર ગુમાવ્યો છે.
ગૌતમ અદાણી: ભારતે એક મહાન માનવી અને સ્વપ્નદ્રષ્ટાને ગુમાવ્યા છે. તેઓ માત્ર બિઝનેસ લીડર નહોતા.તેમણે કરુણા સાથે ભારતની ભાવનાને મૂર્તિમંત કરી છે.
આનંદ મહિન્દ્રા: હું રતન ટાટાની ગેરહાજરી સ્વીકારવા સક્ષમ નથી. તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં કારણ કે મહાન માણસો ક્યારેય મરતાં નથી
રજનીકાંત: રતન ટાટા એક મહાન આઈકાન હતા. વિઝન અને જુસ્સાથી તેઓ ભારતને વિશ્વ મંચ ઉપર
લઈ ગયા. તે એક એવી વ્યક્તિ હતા જેમને દરેક માણસો પ્રેમ કરતા હોય. ભારતનો સાચો પુત્ર હવે રહ્યો નથી. તેમની સાથે વિતાવેલી પળો હંમેશા યાદ રહેશે.
સુંદર પિચાઈ: રતન ટાટા સાથે છેલ્લી મુલાકાત દરમિયાન તેમનું વિઝન સાંભળવું મારા માટે પ્રેરણાદાઈ હતું. તેઓ પોતાની પાછળ એક અસાધારણ વારસો છોડી ગયા છે. તેમણે ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપ ના માર્ગદર્શન અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.