મનમોહન સિંહે ટીકાઓનો આપ્યો હતો સૌમ્ય જવાબ : હું નહોતો નબળો કે નહોતો મૌની બાબા ઇતિહાસ મારું યોગ્ય મૂલ્યાંકન કરશે
મનમોહન સિંહ ઉપર સોનિયા ગાંધીની માંડીને મોની બાબા હોવા સુધીના આક્ષેપો ભાજપે કર્યા હતા. તેઓ વડાપ્રધાન હતા ત્યાં સુધી તેમણે એ ટીકાઓનો જવાબ નહોતો આપ્યો. બાદમાં વર્ષ 2018માં’ ચેન્જીંગ ઇન્ડિયા’ પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે તેમણે મૌન તોડ્યું હતું. એ પુસ્તકમાં મનમોહનસિંહના આર્થિક વિઝન, ઉદારિકરણ ના પગલાં અને વૈશ્વિક મંચ ઉપર ભારતના આર્થિક ઉદય અંગેની વિગતો સમાવવામાં આવી છે. તે પ્રસંગેતેમણે ટીકાઓનો ખુલ્લીને પણ સૌમ્ય ભાષામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું,” લોકો કહે છે કે હું મૌન વડાપ્રધાન હતો પણ મને લાગે છે કે આ પુસ્તક પોતે જ બોલશે કે હું મૌન હતો કે નહીં. હું પ્રેસને નિયમિત મળતો હતો. વિદેશ પ્રવાસે જતા પહેલા અને વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ હું પત્રકાર પરિષદો કરતો.
આ પુસ્તકમાં એ ઢગલાબંધ પત્રકાર પરિષદોનો પણ ઉલ્લેખ છે.” ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ ખૂબ છૂટથી પત્રકારો સાથે સંવાદ કરતા હતા. તેમની છેલ્લી પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોના 62 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 2014માં પત્રકારો સાથેના છેલ્લા વાર્તાલાપમાં તેમણે કહ્યું હતું,” હું નબળો વડાપ્રધાન હતો તેવું માનતો નથી.હું માનું છું કે વિપક્ષો અને વર્તમાન મીડિયાથી વિપરીત ઇતિહાસ મારા પ્રત્યે વધુ માયાળુ રહેશે.”

નરેન્દ્ર મોદી પર પરોક્ષ કટાક કરતા તેમણે કહ્યું હતું કેઅમદાવાદની શેરી ગલીઓના નરસિંહહાર પરબેસવું તેને ‘ શક્તિ ‘ ગણાતી હોય તો હું તેની સાથે સંમત નથી. તેમણે ઉમેર્યું હતું,” રાજકીય સંજોગો પ્રમાણે મારાથી થઈ શકે તે શ્રેષ્ઠ કામ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે ઇતિહાસ નક્કી કરશે કે મેં શું કર્યું અને શું ન કર્યું”મનમોહનસિંહ તેમની કાર્યકર્દી દરમિયાન અનેક અશોભનિય ટીકાઓ અને સસ્તી મજાકો નો ભોગ બન્યા હતા. મનમોહન સિંહે જો કે એક વ્યક્તિ અને વડાપ્રધાન તરીકેની ગરિમાને હાનિ પહોંચવા દીધી નહોતી. જો કે ભાગ્યે જ કોઈની ટીકા કરતા મનમોહન સિંહે 2014માં એનડીએના ઉમેદવાર તરીકે મોદી ઉભરી આવ્યા ત્યારે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં મોદીનું વડાપ્રધાન બનવું એ દેશ માટે દુર્ઘટના સમાન હશે તેવી ટીકા કરી હતી