મણીપુરના મુખ્યમંત્રીને હિંસાના દોઢ વર્ષ બાદ દુ:ખ થયું અને જનતાની માફી માંગી !
મણિપુરમાં સતત થયેલી હિંસા બદલ નવા વર્ષના એક દિવસ પહેલા મુખ્યમંત્રી બીરેન સિંઘે હિંસાના દોઢ વર્ષ બાદ રાજ્યના લોકોની માફી માંગી હતી. ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો સ્થળાંતરિત પણ થયા છે.
બિરેન સિંહે જનતાની માફી માંગીને કહ્યું કે, ‘ ૨૦૨૪ નું આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ગયા વર્ષે 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું, હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે 2025માં રાજ્યની સ્થિતિ સામાન્ય થઈ જશે. ૨૦૨૪ નું આખું વર્ષ ખરાબ રહ્યું. નવા વર્ષ ૨૦૨૫ માં શાંતિની આશા છે.’
મણિપુરમાં ૩ જી મે ૨૦૨૩થી મેતાઈ અને કુકી સમુદાય વચ્ચે ભારે ઘાતકી હિંસા થઈ રહી છે. અનામત ક્વોટા અને આર્થિક લાભને લઈને આ દુશ્મની માનવઘાતક રહી છે. હવે રહી રહીને મુખ્યમંત્રીને દુખ થયું છે.