માના કે તેરી દીદ કે કાબિલ નહી હુ મે… મનમોહનસિંહ અને સુષ્મા સ્વરાજ વચ્ચે ઉર્દૂ શેર શાયરીની રમઝટ, વાંચો તેમની શાયરી
મનમોહન સિંહ ઉર્દુ ભાષાના જ્ઞાતા હતા. તેમનું વિશાળ વાંચન હતું અને પ્રસંગોપાત તેમના પ્રવચનો અને વક્તવ્યોમા ઉર્દુ શાયરીઓ બોલવાની તેમની લાક્ષણિકતા હતી. મનમોહનસિંહ મૌની બાબા હોવાની
ટીકા થતી રહી હતી. તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું,
” હજારો જવાબો સે અચ્છી હે મેરી ખામોશી, ન જાને કિતને સવાલો કી આબરૂ રખી..”

2011માં વોટ ના બદલામાં નોટનો મુદ્દો ગાજ્યો હતો.
વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે તે મુદ્દે તેજાબી ભાષણ કર્યું હતું. સુષ્માજીએ સાહાબ જાફરીની ગઝલની પંક્તિઓ સંભળાવી હતી,
” તું ઇધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફી લાગ્યું લુટા. મુજે રહજનો સે ગીલા નહિ, તેરી રહબરી કા સવાલ હૈ’
મનમોહન સિંહે આલમ ઈકબાલની જાણીતી પંક્તિઓ દ્વારા શાયરાના અંદાજમાં સુષ્માજીને તેનો જવાબ આપ્યો હતો.
” માના કે તેરી દીદ કે કાબિલ નહી હુ મે, તું મેરા શૌક તો દેખ, મેરા ઇન્તજાર તો દેખ”
એ જ પ્રવચનમાં તેમણે કહ્યું હતું,
” હમકો ઉનસે વફા કી હે ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ”.
સુષ્માજીએ જવાબમાં બશીર ભદ્રની શાયરી લલકારતાકહ્યું હતું,” કુછ તો મજબૂરીયા રહી હોગી, કોઈ યુ બેવફા નહિ હોતા”
દેશ ઉપરના જોખમો અંગે બોલતા મનમોહનસિંહે કહ્યું હતું કે આ દેશ મહાન છે. તેની હસ્તી મિટાવવાની કોઈની તાકાત નથી.ઈકબાલની યાદગાર રચના “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા” ને યાદ કરી તેમણે કહ્યું હતું,
” યુનાન ઓ મિસર્ ઓ રોમા, સબ મિટ ગયે જહાં સે, અબ તક મગર હે બાકી નામ ઓ નિશાન હમારા.
કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહી હમારી,
સદીઓસે રહા હે દુશ્મન દૌર એ જમાના હમારા. સારે જહા સે અચ્છા હિન્દુસ્તાન હમારા”