સીએએ વિરુદ્ધ મમતા નો ભડકામણો પ્રચાર…વાંચો શું કીધું..
‘ નાગરિકત્વ માટે અરજી કરશો તે સાથે જ બધા અધિકારો છીનવાઈ જશે’
સીએએ વિરુદ્ધ મમતા નો ભડકામણો પ્રચાર
ભારત સરકારે સીએએના અમલની જાહેરાત કરતા ધૂંધવાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ કાનુન સામે ઝેરીલો અપપ્રચાર શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ અશાંતિ સર્જવા માંગે છે, ભાગલા પડાવવા માંગે છે. આ કાયદો નાગરિકત્વ આપવાનો નહીં પણ નાગરિકોના અધિકાર છીનવી લેવા માટે લાવવામાં આવ્યો છે.
તેમણે આ કાયદા હેઠળ નાગરિકત્વ માટે અરજી કરતાં પહેલાં લોકોને સો વખત વિચાર કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આ કાયદા દ્વારા તમને અધિકાર આપવામાં આવે છે એવો ભાજપનો દાવો છેતરામણો છે. તમે જેવી પણ નાગરિકત્વ માટે અરજી કરશો એ સાથે જ તમે ગેરકાયદે પ્રવાસી બની જશો અને તમારા બધા અધિકારો છીનવાઈ જશે. તમને ડિટેન્શન કેમ્પમાં લઈ જવા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સીએએ બાદ એનઆરસી આવશે. પણ બંગાળમાં હું એવું નહીં થવા દઉં. લોકોને સંબોધીને તેમણે સવાલ કર્યો કે ધર્મના આધારે કાયદો હોય તેવું ક્યાંય સાંભળ્યું છે? ભાજપ ધર્મના નામે ભાગલા પડાવવા માગે છે પણ બંગાળમાં હું તેમને સફળ નહીં થવા દઉં. આપણે બધા ભારતીય નાગરિકો છીએ જ.